ખંભાળિયામાં આવતીકાલે લાયન્સ ક્લબના ઉપક્રમે રકતદાન કેમ્પનું આયોજન

  • June 12, 2021 10:53 AM 

ખંભાળિયાના વતની સાંસદ પરિમલ નથવાણી દ્વારા વધુ એક સેવા પ્રવૃતિ

ખંભાળિયા શહેરમાં લાયન્સ ક્લબના ઉપક્રમે સાંસદ પરિમલભાઈ નથવાણીના સહયોગથી આગામી રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ કલબ દ્વારા આગામી રવિવાર તારીખ 13 ના રોજ અહીંના જાણીતા જલારામ મંદિર ખાતે સવારે નવથી દોઢ તથા બપોરે ત્રણથી સાંજના સાડા સાત સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ માટે અહીંના વતની અને રાજ્ય સભાના સાંસદ શ્રી પરિમલભાઈ નથવાણીના હસ્તે અમદાવાદની સંસ્થા પહેલ ચેરીટેબલ ટ્રસ્ટનો સહયોગ સાંપડ્યો છે. આ કેમ્પમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને આકર્ષક સ્મૃતિ ભેટ આપવામાં આવશે.

આ આયોજન માટે સંસ્થાના પ્રમુખ વિનુભાઈ બરછા, સેક્રેટરી મહેન્દ્રભાઈ જોષી, હાડાભા જામ સાથે પ્રોજેક્ટ ચેરમેન સંજયભાઈ બરછા અને બીનાબેન રત્નાકર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

હાલ કોરોના કાળમાં રક્તની અછત પ્રવર્તી રહી હોય, આ રક્તદાન કેમ્પમાં મહત્તમ સંખ્યામાં રક્તદાતાઓ દ્વારા રક્તદાન કરવા આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)