5-નવતનપુરી ધામ ખીજડા મંદિર દ્વારા યોજાયો રક્તદાન કેમ્પ

  • April 02, 2021 08:19 PM 

જી.જી. હોસ્પીટલના બ્લડ બેંકની ટીમે સેવા આપીઃ 35 બોટલ રક્ત એકત્ર કરાયું

5-નવતનપુરી ધામ, ખીજડા મંદિર-જામનગર તથા ધામવાસી લાભુબેન કેશવજીભાઈ સભાડિયા, મુ. હર્ષદપુરના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ધામવાસી લાભુબેન સભાડિયાની સ્મૃતિમાં હર્ષદપુર (તા. જામનગર) ખાતે બપોરે 03.00 થી 06.00 દરમિયાન રક્તદાન કેમ્પ યોજવામાં આવેલ હતો, જેમાં જી.જી. હોસ્પિટલના બ્લડ બેંકના ડો. મીનાક્ષી પટેલ તથા તેમની ટીમે સેવા આપેલ હતી.

5-નવતનપુરી ધામ-ખીજડા મંદિરના આચાર્ય 108 કૃષ્ણમણિજી મહારાજની પ્રેરણાથી ભરતભાઈ સભાયાએ પોતાના માતાની સ્મૃતિમાં આ કેમ્પનું આયોજન કરેલ હતું. આ કેમ્પમાં સભાડિયા પરિવારના પરિવારજનો તથા મિત્રવર્તુળ તેમજ સગા સંબંધીઓએ રક્તદાન કરી 35 બોટલ રક્ત જી.જી. હોસ્પિટલને સોંપ્યું હતું.

આ કેમ્પના મુખ્ય આયોજકો મનસુકભાઈ સંઘાણી, વિનોદભાઈ નાથાભાઈ વસોયા, વિનોદભાઈ સભાડિયા, ઉપસરપંચ નથુભાઈ સંધાભાઈ, જેન્તીભાઈ આંબાભાઈ, દિનેશભાઈ ડાયાભાઈ તથા ભાવેશભાઈ તુલસીભાઈએ જહેમત ઉઠાવી હતી.

આ કેમ્પનું ઉદ્ધાટન બપોરે 03.૦૦ વાગે 5-નવતનપુરી ધામના સંત તુલસી શાસ્ત્રીજી તથા આયોજકોએ દીપ પ્રજ્જ્વલન કરીને કર્યું હતું. સંત તુલસી શાસ્ત્રીજીએ રક્તદાનનું મહત્ત્વ સમજાવી દર્દીઓની સેવા કરવા બદલ આયોજકોને ધન્યવાદ આપી આ આયોજનની સરાહના કરી હતી.

35 રક્તદાતાઓએ રક્તદાન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો. આયોજકોએ આશા વ્યક્ત કરી હતી કે, આવા માનવતાવાદી કાર્યોનું આયોજન હર્ષદપુર ખાતે અવાર-નવાર કરતા રહીશું અને જરુરિયાતમંદ દર્દીઓને સેવાનો યજ્ઞ સતત ચાલુ રાખીશું, તેમ જણાવ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS