જામવંથલી ખાતે રકતદાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

  • July 06, 2021 10:48 AM 

મેયર, શહેર અને જીલ્લા ભાજપ પ્રમુખ, જી.પં.ના પ્રમુખ સહિતના રાજકીય અગ્રણીઓ હાજર રહયા : સ્વ. નાનજીભાઇ મણવરની યાદમાં કાર્યક્રમ થયો

તાજેતરમાં જામવંથલી ગામે સ્વ. નાનજીભાઇ લખમણભાઇ મણવરની માસીક પુણ્યતિથી નિમીતે શહેર ભાજપના ઉપાઘ્યક્ષ રાજુભાઇ યાદવ અને મણવર પરિવાર દ્વારા જામવંથલી ખાતે પ્રબુઘ્ધ માનવ સમાજની વાડીમાં રકતદાન અને વૃક્ષારોપણનો કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં અનેક લોકોએ રકતદાન કર્યુ હતું.

આ કેમ્પમાં મેયર બીનાબેન કોઠારી, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, જીલ્લા પ્રમુખ રમેશભાઇ મુંગરા, ઉપપ્રમુખ રાજુભાઇ યાદવ, તા.પં.ના પ્રમુખ હસમુખભાઇ પટેલ, ભરતભાઇ બોરસદીયા, કમલેશભાઇ પટેલ, મનહરસિંહ જાડેજા, કવિતાબેન ચાવડા, શાસકપક્ષના નેતા કુસુમબેન પંડયા, હસમુખભાઇ હિંડોચા, દિલીપભાઇ ભોજાણી, મનોજભાઇ જાની, પ્રકાશભાઇ બાંભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, દિવ્યેશભાઇ અકબરી, હષર્બિા જાડેજા, રાજુભાઇ મોરવડીયા, નાથાભાઇ વારસકીયા, નીતાબેન પરમાર, સરપંચ નાથાભાઇ ભરવાડ, ઓડીટર જયેશભાઇ જોશી, એસ્સારના રાજુભાઇ મોભેરા, લાલજીભાઇ સોલંકી, મેઘજીભાઇ ચાવડા સહિતના અગ્રણીઓ હાજર રહયા હતા, આ કાર્યક્રમ બાદ વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)