કાળી, પીળી, લાલ કે લીલી? સ્વાસ્થ્ય માટે કઈ કિસમિસ ખાવી વધુ સારી

  • December 17, 2024 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ જીવનશૈલી અને ખાનપાનની સારી આદત જરૂરી છે. રોગોથી બચવા માટે પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સ જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાકનો આહારમાં સમાવેશ કરવો જોઈએ. ખોરાકની સાથે, આરોગ્ય નિષ્ણાતો દરરોજ મુઠ્ઠીભર ડ્રાયફ્રૂટ્સ ખાવાની પણ ભલામણ કરે છે. ડ્રાયફ્રુટ્સમાં કિસમિસનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કિસમિસમાં આયર્ન, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ત્યારે જાણો કાળી, પીળી, લાલ અને લીલી કિસમિસના પોષક તત્વો વિશે અને કઈ જાત સૌથી વધુ ફાયદાકારક.


કાળી કિસમિસ


કાળી કિસમિસ તેની ખાસ રચના અને સ્વાદ માટે જાણીતી છે. તે આયર્ન અને અન્ય પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત છે, જે શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે. કાળી કિસમિસમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. વિશ્વભરમાં  કાળી કિસમિસ એ કિસમિસની સૌથી લોકપ્રિય જાતોમાંની એક છે.


પીળી કિસમિસ


પીળી કિસમિસ અથવા સોનેરી કિસમિસ તેમની મીઠી અને સ્વાદિષ્ટ પ્રકૃતિને કારણે ખાદ્ય પદાર્થોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. તે વિવિધ પ્રકારની દ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવે છે. પીળી કિસમિસ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતી પણ ઘણા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. તેમાં રહેલ પ્રાકૃતિક શુગર બ્લડ શુગર લેવલને સંતુલિત રાખવામાં મદદ કરે છે. આ સિવાય તે પાચનક્રિયા સુધારવામાં પણ મદદરૂપ છે.


લીલી કિસમિસ


લીલી કિસમિસ તેમની ટૂંકી અને લાંબી રચનાને કારણે સરળતાથી ઓળખી શકાય છે. તે લીલી દ્રાક્ષમાંથી તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં લીલી કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન, એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી હોય છે. આ પોષક તત્વો શરીરને ઉર્જા પ્રદાન કરે છે અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદરૂપ થાય છે.


લાલ કિસમિસ


લાલ કિસમિસ લાલ દ્રાક્ષમાંથી બનાવવામાં આવે છે અને તે તેના મીઠા અને ખાટા સ્વાદ માટે જાણીતી છે. તેમાં વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, પોટેશિયમ, ફાઈબર અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર માત્રામાં મળી આવે છે. આ પોષક તત્વો પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં, હાડકાંને મજબૂત બનાવવામાં, બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ સિવાય લાલ કિસમિસ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.


કઈ કિસમિસ સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે?


આમાંથી કોઈ પણ કિસમિસ સ્વાસ્થ્ય માટે ખરાબ નથી. દરેક રંગના કિસમિસમાં અલગ-અલગ પોષક તત્વો હોય છે જે શરીરને અલગ-અલગ રીતે ફાયદો કરે છે. ઉદાહરણ તરીકે, કાળી કિસમિસમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે જે એનિમિયાને દૂર કરવામાં મદદ કરે છે. ત્યારે પીળી કિસમિસમાં ફાઈબર હોય છે જે પાચનને સુધારે છે. તો પસંદગી મુજબ કોઈપણ કિસમિસ ખાઈ શકો છો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News