ગાંધીભૂમિમાં ગોરા-કાળાની ફ્રેન્ડશીપ

  • November 26, 2024 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોરા-કાળાના ભેદભાવને લીધે મોહનદાસ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધી બન્યા અને ભારતવર્ષની મહામૂલી આઝાદી અપાવી હતી. ત્યારે એ જ ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં હરહંમેશ કોમી એકતા અને ભાઇચારાનો સંદેશ કાળા માથાના માનવીઓથી માંડીને મુંગા જીવો દ્વારા પણ સિધ્ધ કરવામાં આવ્યો છે. શહેરના કડીયાપ્લોટથી માર્કેટીંગ યાર્ડ તરફ જતા રસ્તે આવેલી ખાડીમાં કાળી ભેંસો સ્નાન કરવાની સાથોસાથ તરણક્રિયા કરી રહી છે અને તેના ઉપર સફેદ બગલો ભેંસ સવારી કરી રહ્યો છે ત્યારે કાળા-ગોરાના ભેદભાવ વગરની આ ફ્રેન્ડશીપની આ તસ્વીર પોરબંદરને બદનામ કરનારા અને અશાંત છે તેવુ દર્શાવનારાઓ સામે તમાચા‚પ છે. શાંત વાતાવરણમાં ભેંસો આરામથી પસાર થઇ રહી છે અને બગલાને ખલેલ પહોંચે નહી તે રીતે સલામત રીતે જઇ રહી છે તો બગલો પણ બિન્દાસ્ત થઇને જાણે પોતાની દોસ્ત ભેંસ ઉપર આંખ બંધ કરીને વિશ્ર્વાસ મૂકીને પ્રકૃતિની મજા માણી રહ્યો છે. તેને ખબર જ છે કે ભેંસ તેને હેરાન કરશે નહી અને પાણીમાં પડવા દેશે પણ નહીં. તો બીજી બાજુ ભેંસને પણ વિશ્ર્વાસ છે કે બગલો માછલુ જોઇને ખાડીમાં ચાંચ મારશે પણ ભેંસને ચાંચ મારીને ઇજા પહોંચાડશે નહીં આ તસ્વીર વગર  બોલ્યે માનવજાતને ઘણું બધુ શીખવી જાય છે કારણકે કાળા માથાનો માનવી વાળ ધોળા થાય ત્યાં સુધી સુધરતો નથી, સમજતો નથી અને પોતાના જ સ્વાર્થમાં રચ્યો પચ્યો રહેતો હોય છે.  ત્યારે મુંગા જીવોની આ નિ:સ્વાર્થ દોસ્તીમાંથી તેણે પણ પ્રેરણા લેવા જેવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application