ભાણવડમાં બાયોડીઝલના જથ્થા ઝડપાયો: ત્રણ શખ્સો સામે કાર્યવાહી

  • March 16, 2021 10:28 AM 

રૂ. 2.73 લાખનો મુદ્દામાલ કબજે

ભાણવડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક ટેન્કર મારફતે વેચાતા બાયોડીઝલ જેવા જથ્થાનું વેંચાણ કરવા સબબ સ્થાનિક પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

આ સમગ્ર પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ ભાણવડથી આશરે સાત કિલોમીટર દૂર સઈ દેવળીયા ગામ તરફ જતા માર્ગે જી.જે. 25 ટી. 5654 નંબરનું ટાટા કંપનીના એક ટેન્કર મારફતે કેટલાક શખ્સો ગેરકાયદેસર રીતે બાયોડિઝલને અન્ય વાહનોમાં તરીકે ભરી અને વેચાણ કરતા હોવાથી સ્થાનિક પોલીસે આ સ્થળે દરોડો પાડ્યો હતો.

આ સ્થળે સરકારના પેટ્રોલિયમ પ્રોડક્ટ અંગેના નિયમોનો ઉલાળીયો કરી અને ફાયર સેફ્ટીના સાધનો વગર તેમજ મંજૂરી મેળવ્યા વિના બેદરકારીપૂર્વક બાયોડીઝલ પ્રવાહીનું વેચાણ કરવા સબબ ભાણવડ પોલીસે આંબરડી ગામના નારણ કાનાભાઈ લગારીયા, ફતેપુર ગામના ભરત સામતભાઈ ખોડભાયા અને ભરતપુર ગામના ભાવેશ ડાડુભાઈ વસરા નામના ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

આ સ્થળેથી પોલીસે રૂપિયા દોઢ લાખની કિંમતનું ટેન્કર તથા રૂપિયા એક કલાક ત્રેવીસ હજારની કિંમતનું 2050 લિટર બાયોડીઝલ હાલ કબજે લઇ, અને આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ઉપરાંત આઈ.પી.સી. કલમ 285, તથા 114 મુજબ ગુનો નોંધી આગળની તપાસ એ.એસ.આઇ. એમ.એ. રાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS