જામનગરમાં બીનાબેન કોઠારી શહેર પ્રમુખ: દ્વારકામાં મયુર ગઢવી રીપીટ

  • March 07, 2025 01:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાજપે ફરી એક વખત ચોંકાવતો નિર્ણય કરીને બધાને આપ્યું સરપ્રાઇઝ: રીપીટ થશે એ વાતનો છેદ ઉડી ગયો: અન્ય જે નામ ચચર્મિાં હતાં તેમાંથી પણ કોઇ આવ્યું નહીં અને ફરી એક વખત નવું નામ આપીને ભાજપના વર્તુળોને કરાયા આશ્ર્ચર્યચકીત: મેયર રહી ચુકેલા બીનાબેન કોઠારી હવે સંગઠનના સુકાની


જયારે પણ ચૂંટણીમાં ઉમેદવારોના નામની જાહેરાત થવાની હોય, મંત્રીમંડળની રચના થવાની હોય કે પછી સંગઠનમાં ફેરફાર થાય ત્યારે નવા નામ જાહેર થવાના હોય એ બધી વખતે ભાજપ દ્વારા ચચર્મિાં હોય તેનાથી અલગ જ નામ આપીને વર્ષોથી બધાને આશ્ર્ચર્યચકીત કરવામાં આવી રહ્યા છે, જેનું પુનરાવર્તન આ વખતે પણ થયું છે અને શહેર ભાજપ પ્રમુખ પદ પહેલી વખત મહીલાને આપ્યું છે એ વાત તો સમજી શકાય, પરંતુ એવું નામ જાહેર કરાયું જે કયાંય ચચર્મિાં જ ન હતું અને આ રીતે વધુ એક વખત ભાજપે બધાને સરપ્રાઇઝ આપ્યું છે, પૂર્વ મેયર બિનાબેન કોઠારીને શહેરની સંગઠન પાંખના નવા સુકાની જાહેર કયર્િ છે, બીજી તરફ હાલારના બીજા જિલ્લા દ્વારકામાં જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયુર ગઢવીને રીપીટ કરવામાં આવ્યા છે.


ગઇકાલે બપોરે 3 વાગ્યે ગુજરાત પ્રદેશ ભાજપના કલ્સ્ટર પ્રભારી બાબુભાઇ જેબલીયા, ચૂંટણી અધિકારી ડો.જાનકીબેન આચાર્ય, સહાયક અધિકારીઓ રાજુભાઇ ધારૈયા, પ્રભારી પલ્લવીબેન ઠાકર તેમજ ભાજપના અન્ય સિનીયર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં, પરંતુ એક કલાક પહેલા ભાજપનું 35 જિલ્લાના શહેર પ્રમુખનું લીસ્ટ જાહેર થઇ ગયું હતું જેમાં જામનગર શહેરના ભાજપના પ્રમુખ પદે પૂર્વ મેયર અને વોર્ડ નં.5ના કોર્પોરેટર બીનાબેન કોઠારીના નામની જાહેરાત આ લીસ્ટમાં  હતી, પરંતુ તે સમયે બીનાબેનને કોઇ સતાવાર જાણ કરવામાં આવી ન હતી.


એકાએક બપોરે 3 વાગ્‌યે નિરીક્ષકે ભાજપના નવા પ્રમુખ તરીકે પ્રથમ વખત મહીલા એવા બીનાબેન કોઠારીના નામની જાહેરાત કરી હતી ત્‌યારે અમુક લોકો ચોંકી ઉઠયા હતાં, આરએસએસ સાથે ગાઢ ધરાવતા બીનાબેનની નિમણુંકથી કેટલાક લોકો અચંબામાં પડી ગયા હતાં અને અમુક લોકોને આઘાત પણ લાગ્યો હતો, પરંતુ ભાજપ શિસ્તબઘ્ધ પાર્ટી હોય જાહેરમાં કોઇ ખાસ પડઘા પડયા નથી. સાંજે પણ વોર્ડ નં.5માં ફટાકડા ફોડીને બીનાબેન કોઠારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.


ભાજપના વર્તુળોમાં કેટલાક લોકોએ પૂર્વ પ્રમુખ રીપીટ થશે તેવી વાત ચાલતી હતી અને કોઇ નવાની નિમણુંક થાય તો બે-ત્રણ નામ ચચર્મિાં પણ હતાં, પરંતુ પ્રદેશ નેતાગીરીએ ફરીથી આશ્ર્ચર્યજનક રીતે આરએસએસ સાથે ઘરોબો ધરાવતા પૂર્વ મેયરની ભાજપના શહેર પ્રમુખ તરીકે વરણી કરતા હવે શહેર ભાજપનું આખેઆખુ માળખું ફરી જાશે અને નવી ટીમને કામગીરી કરવાની તક મળશે.


બીજી તરફ ગઇકાલે દેવભુમિ દ્વારકા જિલ્લામાં પણ મયુરભાઇ ગઢવીને ફરીથી રિપીટ કરવામાં આવ્યા હતાં, આ અગાઉ તેઓએ સુંદર કામગીરી કરી હતી, જેને ઘ્યાનમાં લઇને તેમની ફરીથી વરણી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.


દેવભુમિ દ્વારકા જિલ્લામાં મયુર ગઢવી રીપીટ

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપમાં મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. મયુરભાઈ ગઢવીને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ફરીથી નિયુક્ત કરવામાં આવ્યા છે. મયુરભાઈ ગઢવી જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય છે તેમને પહેલા પણ આ જવાબદારી સોંપવામાં આવી હતી. તત્કાલીન પ્રમુખ ખીમભાઈ જોગલની તબિયત નાદુરસ્ત થતાં તેમને આ જવાબદારી આપવામાં આવી હતી. તેમના નેતૃત્વમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓમાં નોંધપાત્ર કામગીરી થઈ છે. તાજેતરની નગરપાલિકાની ચૂંટણીઓમાં પણ તેમનું પ્રદર્શન સરાહનીય રહ્યું હતું.


ખંભાળિયામાં ‘‘દ્વારકેશ કમલમ‘‘ નામના જિલ્લા ભાજપના મુખ્ય કાયર્લિયની સ્થાપના માટે પણ તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. જિલ્લાના પ્રભારી હિરેનભાઈ હિરપરાએ ગઈકાલે બપોરે તેમની નિયુક્તિની જાહેરાત કરી હતી. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ અને દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સહિતના નેતાઓએ તેમની નિયુક્તિને આવકારી છે. મયુરભાઈ ગઢવી પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે ઉચ્ચ નેતૃત્વ સાથે સતત સંપર્કમાં રહીને કામ કરી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application