સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેકની હાજરીમાં લીલી ઝંડી આપવામાં આવી : લાંબા અંતરની ટ્રેનના વિસ્તરણથી લોકો ખુશ
સાંસદ પૂનમબેન માડમે ઓખા સ્ટેશન પર આયોજિત એક કાર્યક્રમમાં અન્ય મહાનુભાવોની હાજરીમાં ટ્રેન નં. ૨૨૯૩૯ ઓખા-બિલાસપુર સુપરફાસ્ટ એક્સપ્રેસને લીલી ઝંડી બતાવીને નવી વિસ્તૃત ટ્રેનના પરિચાલનનું ઉદ્ઘાટન કર્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં રાજકોટના ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વની કુમારે સૌને આવકાર્યા હતા અને સાંસદ પૂનમબેન માડમનો રેલવે સુવિધા વધારવામાં સતત પ્રયાસો અને સહકાર બદલ વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, આ નવી વિસ્તરણ કરાયેલી ટ્રેનની સુવિધા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકો માટે ખૂબ જ ઉપયોગી થશે. કાર્યક્રમના અંતે રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાએ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ જનસંપર્ક નિરીક્ષક વિવેક તિવારીએ કર્યું હતું.
આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી પબુભા માણેક, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબેન ગોહિલ, શહેર ભાજપ પ્રમુખ મોહનભાઈ બારાઈ તથા અન્ય મહાનુભાવો, રેલવેના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, રેલવે સલાહકાર સમિતિ ના સદસ્યો, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સહિત અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોઈ પણ પ્રકારના ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
May 16, 2025 06:42 PMજામનગર: સગીરા પર દુસ્કર્મ ગુજારનાર નરાધમ આરોપીને 20 વર્ષની સજા
May 16, 2025 06:06 PMરાજકોટમાં ડુપ્લીકેટ ફેવિકોલ-ફેવિક્વિક વેચવાનું કારસ્તાન, 1900 નંગ નકલી જથ્થો જપ્ત
May 16, 2025 05:40 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech