કાલાવડમાં બાઈક ચોરીનો ભેદ ખૂલ્યો : બે શખ્સની ધરપકડ

  • July 01, 2021 11:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાલાવડમાં મોટર સાયકલ ચોરી કરતા બે શખ્સોને પોલીસે ચોરાઉ બાઇક સાથે પકડી પાડી ભેદ ઉકેલ્યો છે.

જામનગર એસપી દીપન ભદ્રનની સૂચના તથા ગ્રામ્ય ડીવાયએસપી કૃણાલ દેસાઈ ના માર્ગદર્શન મુજબ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનનો સ્ટાફ અનડિટેક્ટ ગુના શોધી કાઢવા પેટ્રોલિંગમાં હતો. સ્ટાફ પીડબલ્યુડી સર્કલ પાસે વાહન ચેકિંગમાં હતા એ દરમિયાન જામનગર થી એક નંબર પ્લેટ વગરની મોટરસાઈકલ લઈને બે શખ્સો નીકળ્યા હતા તેને રોકીને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો.

આથી બંને શખ્સોને પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ કરતા મોટરસાયકલ શીતલા કોલોનીમાંથી ચોરી કર્યું હોવાનું જણાવ્યું હતું. જે મોટરસાયકલ કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ચોરીમાં ગયેલ હોવાનું મળી આવેલ જેથી બન્ને શખ્સો કાલાવડના શીતલા કોલોની સરકારી રેસ્ટ હાઉસની બાજુમાં રહેતો વિશ્વરાજસિંહ કનકસિંહ ચૌહાણ ઉ.વ. 20 તથા શીતળા માતાજીના મંદિર પાછળ રહેતા સમીર હરસુખ મહેતા ઉંમર 35 સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કામગીરી કાલાવડ ટાઉન પીઆઇ યુ એચ વસાવા, પીએસઆઇ વાય આર જોશી, એસ એસ જાડેજા, રણજીતસિંહ જાડેજા, સંજયભાઈ બાલીયા, મહેશભાઈ ચાવડા, યજુવેન્દ્રસિંહ વાળા, પોપટભાઈ ગમારા વિજય દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS