દ્વારકામાં બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો: એલસીબી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ

  • March 30, 2021 07:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા ખાતેથી તાજેતરમાં એક બાઈક ચોરીનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. જે સંદર્ભે જિલ્લા એલસીબી પોલીસ દ્વારા દ્વારકા પંથકમાં હોળીના તહેવારના અનુસંધાને હાથ ધરવામાં આવેલા નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન એલ.સી.બી. પોલીસ હેડ કોન્સ્ટેબલ બલભદ્રસિંહ ગોહિલ તથા અરજણભાઈ મારુને મળેલી ચોક્કસ બાતમીના આધારે દ્વારકાના રાણેશ્વર ફાટક પાસેથી પસાર થતા જી.જે. 25 સી 0478 નંબરના સ્પ્લેન્ડર મોટરસાયકલને અટકાવી તેના ચાલક ગોરિયારી ગામના જસરાજભા કરસનભા માણેકની આગવી ઢબે પૂછપરછ કરતા ઉપરોક્ત મોટરસાયકલ તેણે બે દિવસ પૂર્વે રાત્રિના સમયે ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આથી પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ અર્થે મુદ્દામાલ સાથે દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.

આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ એલ.સી.બી. પી.આઈ. જે.એમ. ચાવડાના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS