૨૧ દિવસ પુર્વે અકસ્માત સર્જાયો હતો : પોલીસ દ્વારા કરાતી તપાસ
કાલાવડના મોટી માટલી ગામ પાસે રાધે હોટલની આગળ ગત તા. ૧૪-૧-૨૪ બપોરના સુમારે મોટરસાયકલના ચાલકે બેદરકારીથી ચલાવીને એકટીવાને ઠોકર મારી હતી, આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજા પામેલા યુવાનનું મૃત્યુ નિપજયુ હતું, એકસીડન્ટમાં ગંભીર ઇજા થતા પોતે પણ મૃત્યુ પામ્યાનું પોલીસમાં જાહેર થયું છે.
જામનગરના રામેશ્ર્વરનગર માટેલ ચોકમાં રહેતા સપનાબેન દિલીપકુમાર દોલતાણી (ઉ.વ.૪૯) એ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં મોટરસાયકલ નં. જીજે૧૦એએ-૯૨૧૫ના ચાલક રામજી નરશીભાઇ વસોયાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
વિગત મુજબ ફરીયાદીના પુત્ર આશિષ દિલીપભાઇ ગત તા. ૧૪-૧-૨૪ના રોજ જામનગરથી કાલાવડ પાસે આવેલ રણુંજા મંદિરે તેનું એકટીવા બાઇક નં. જીજે૧૦સીજે-૯૦૨૯ લઇને જતા હતા એ વખતે મોટી માટલી પાસે પહોચતા કાલાવડ તરફથી આવતા મોટરસાયકલ નં. જીજે૧૦એએ-૯૨૧૫ના ચાલકે પુરઝડપે બેફીકરાઇ અનેગફલતથી ચલાવી ફરીયાદીના પુત્રના એકટીવા સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો. અકસ્માતમાં આશિષને માથા, હાથના ભાગે ગંભીર ઇજા થતા મોત નિપજયુ હતું, તથા પોતાને પણ એકસીડન્ટમાં ગંભીર ઇજા થતા મરણગયાનું જાહેર કરાયું છે. મહિલાની ફરીયાદના આધારે આગળની તપાસ કાલાવડ ગ્રામ્યના પીએસઆઇ વી.એ. પરમાર દ્વારા ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોંડલના ચકચારી હનિટ્રેપ કેસમાં પદ્મિનીબા વાળા સહિત 4 આરોપીના જામીન કોર્ટે કર્યા મંજૂર
April 20, 2025 03:36 PMપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech