ગોલણીયા ગામ પાસે બાઈક વોકળામાં ખાબકતાં ચાલકનું મૃત્યુ

  • March 05, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ગોલણીયા ગામ પાસે વિચિત્ર અકસ્માત બન્યો હતો, અને પૂરપાટ ઝડપે આવી રહેલું એક બાઈક અકસ્માતે પૂલ પરથી નીચે વોકળામાં ખાબકતાં બાઈક સવાર પર પ્રાંતિય યુવાનનું ડૂબી જવાના કારણે મૃત્યુ નીપજયું છે.


આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ કાલાવડ તાલુકાના બાંગા ગામમાં છગન દાદા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતો નરેશ હકમાંભાઈ તોમર નામનો ૨૭ વર્ષનો પરપ્રાંતિય શ્રમિક યુવાન ગઈકાલે પોતાનું મોટરસાયકલ લઈને ગોલણીયા ગામ થી નાગપુર ગામ તરફ જવા માટે રવાના થયો હતો.જે બાઈક એટલું સ્પીડમાં હતું , કે ગોલણીયા ગામ ની ગોલાઈ પાસે અકસ્માતે નીચે વોકળામાં ખાબક્યું હતું. જેમાં પાણી ભરેલું હોવાથી બાઇક ચાલક નરેશ તોમર નું પાણી માં ડૂબી જવાના કારણે તેમજ ઈજા થવાથી ઘટના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું છે.


આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ રાકેશભાઈ ધનાભાઈ તોમરે પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે બનાવના સ્થળે પહોંચી જઇ મૃતદેહ નો કબજો સંભાળ્યો છે, અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application