જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા ગામ પાસે બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર બાવળીદડ ગામનું દંપતી ઘાયલ થયું છે. પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામજોધપુર તાલુકાના બાવળીદડ ગામમાં રહેતા ગોગનભાઈ ગોપાલભાઈ ખાંભલા (૩૭ વર્ષ) પોતાના બાઈકમાં પોતાના પત્ની માનસીબેન ને પાછળ બેસાડીને જામજોધપુર ના સમાણા ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
જે દરમિયાન ફૂટપટ ઝડપે આવી રહેલા જીજે ૧૦- બી.એન. ૮૬૪૯ નંબરના ડમ્પર ના ચાલકે બાઈકને ઠોકર મારતાં અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં ગોગનભાઈ તથા માનસીબેન બંનેને ફ્રેકચર સહિતની નાની મોટી ઈજા થઈ હતી, અને તેઓને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.
આ અકસ્માતના બનાવની જાણ થતાં શેઠ વડાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગોગનભાઈ ની ફરિયાદ ના આધારે ડમ્પર ચાલક સામે ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉત્તર સિક્કિમમાં રેસ્ક્યુ ઓપરેશન પુરજોશમાં, વધુ 57 પ્રવાસીને બચાવાયા
April 26, 2025 10:43 AMભારત-પાકિસ્તાન વર્ષોથી લડી રહ્યા છે, પરિસ્થિતિ પોતાની રીતે ઉકેલી લેશે: ટ્રમ્પ
April 26, 2025 10:42 AMલંડનમાં દેખાવ કરી રહેલા ભારતીયોનો શિરચ્છેદ કરવા રાજદૂતની ધમકી
April 26, 2025 10:41 AMશોપિયા-પુલવામા-કુલગામમાં પણ આતંકવાદીઓના ઘર ઉડાવી દેવાયા
April 26, 2025 10:37 AMપહેલગામમાં આતંકી હુમલા બાદ હાલારની દરિયાઈ પટ્ટી પર સુરક્ષા એજન્સીઓ સતર્ક
April 26, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech