ભોળેશ્ર્વર જતા રસ્તામાં કાળ ભેટયો : ઇજાગ્રસ્ત બંને મિત્રોને સારવારમાં ખસેડાયા
જામનગર-લાલપુર હાઇવે ચેલા ગામથી આગળ ગઇ સાંજે યામાહા મોટરસાયકલના ચાલકે કાબુ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતમાં તબીબી છાત્રનું ગંભીર ઇજા સબબ મૃત્યુ થયુ હતું, જયારે પાછળ બેઠેલા બે મિત્રોને ઇજા થતા સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવના કારણે પોલીસ ટુકડી સ્થળ અને હોસ્પીટલે દોડી ગઇ હતી.
જામનગરના ચેલા ચંગા રોડ પર ગઇ મોડી સાંજે મોટરસાયકલને અકસ્માત નડતા મૃત્યુ થયું છે અને બે મિત્રો ઘાયલ થયા છે એવી વિગતો બહાર આવી હતી જેથી પંચકોશી-બીના જમાદાર શૈલુભા તાકીદે દોડી ગયા હતા અને વિગતો જાણી હતી, દરમ્યાનમાં જામનગરમાં રહેતા તબીબી છાત્ર અમિત દામાભાઇ પરમાર (ઉ.વ.22) નામનો યુવાન યામાહા મોટરસાયકલ નં. જીજે10એલટી-8134માં પાછળ તેના મિત્ર કલ્પેશ સોનગરા અને મનિષ સોનગરાને બેસાડીને ભોળેશ્ર્વર જતા હતા.
ગઇકાલે રક્ષાબંધનનો પર્વ હોવાથી ત્રણેય મિત્રો બાઇકમાં બેસી જઇ રહયા હતા ત્યરે ચંગાથી આગળ ફાર્મ પાસે પહોચતા ચાલક અમિતે બેદરકારીથી ચલાવી બાઇક પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો જેમાં અમિત પરમારનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું જયારે કલ્પેશ અને ફરીયાદી રોડ પર પટકાતા શરીરે ઇજાઓ પહોચતા તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા, આ બનાવ અંગે ગોકુલનગરમાં રહેતા, અભ્યાસ કરતા મનિષ પ્રેમજીભાઇ સોનગરાએ પંચ-બીમાં જાણ કરી હતી. આશાસ્પદ એક યુવાનના મૃત્યુથી શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : આજી નદી 2માં ગાંડીવેલનું સામ્રાજય, દૂર કરવા માટે મનપાએ હાથ ધરી કામગીરી
February 24, 2025 12:58 PMજન્મ લેનાર દરેક બાળકના નામ સાથે રાજકોટ મનપા વાવશે વૃક્ષ, વાલીને મોકલાશે તમામ અપડેટ
February 24, 2025 12:43 PMજામ ખંભાળીયામાં જલારામ બાપાની 144મી પુણ્યતિથિ ઉજવાઇ
February 24, 2025 12:37 PMજામનગર શહેરના હવાઈચોક વિસ્તારમાં ક્રિકેટ પ્રેમીઓ દ્વારા ભારતના જીતની જશ્ન સાથે ઉજવણી
February 24, 2025 12:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech