મેટોડા જીઆઇડસીમાં કંપનીમાં કામ કરનાર બિહારી મજુરે અહીં કંપનીમાં ગાયો બાંધવાના વંડામાં વાછરડી સાથે સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.દરમિયાન અહીં લગાવેલા સીસીટીવી કેમરામાં આ શખસની ગંદી હરકત કેદ થઇ ગઇ હતી.જેથી આ મામલે કંપનીના જવાબદાર કર્મી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા મેટોડા જીઆઇડીસી પોલીસે આરોપી સામે પશુ પ્રત્યે ઘાણકીપણાની કલમ હેઠળ ગુનો નોંધી આ નરાધમને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. વાછરડા સાથે આ પ્રકારનું હીન કૃત્ય આચરનાર આ નરાધામ પ્રત્યે ફિટકારની સાથે રોષની લાગણી ફેલાઇ જવા પામી હતી.
આ ધૃણાસ્પદ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર એસ.અને.કે સ્કુલ પાછળ નંદીપાર્કમાં રહેતા મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં. ૧ માં આવેલા પ્લોટ નં.૨૮૧૯ માં આવેલા સાગર પોલિટેકનિક લી.માં નોકરી કરનાર પ્રતિકભાઇ ધરમશીભાઇ વડુકર(ઉ.વ ૪૨) દ્વારા મેટોડા જીઆઇડસી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કંપનીમાં કામ કરનાર મજુર કારાકુમાર ઘુરી ચૌહાણ(રહે. હાલ મેટોડા જીઆઇડીસી ગેઇટ નં.૧ સાગર પોલિટેનિકટ,મેટોડા, મૂળ બિહાર) નું નામ આપ્યું છે.
પોલીસે ફરિયાદને લઇ વિગતો આપતા જણાવ્યું હતું કે, આરોપી અહીં કંપનીમાં મજુરી કામ કરે છે.કંપનીમાં ગાયો બાંધવાનો વાડામાં આરોપી અહીં વાછરડા સાથે તા.૮/૪ ના રાત્રીના સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.જે ઘટના અહીં લગાવેલા સીસીટીવી કેમેરમાં કેદ થઇ ગઇ હતી.જે વાત કંપની સુધી પહોંચતા તેમણે આ વીડિયોને લઇ પોલીસને જાણ કરી હતી.બાદમાં આ મામલે ફરિયાદ નોંધાવવાનું નકકી કરી કંપનીના જવાબદાર અધિકારી દ્વારા આ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી સામે બીએનએસની કલમ ૨૯૯ તથા પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ ક ૧૧(૧),(એ) મુજબ ગુનો આરોપીએ વાછરડી પર અમાનુષી ત્રાસ ગુજારી હિન્દુ સમાજની લાગણીને ઠેસ પહોંચે તેવું કૃત્ય આચર્યા અંગે ગુનો નોંધ્યો છે. મેટોડા જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પીઆઇ એસ.એચ.શર્માની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા થઈ માંગ
May 13, 2025 09:39 AMરાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ આધેડનું 15 વર્ષથી વિખૂટા પડેલા પુત્ર સાથે મિલન
May 13, 2025 09:38 AMજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech