બિગ બોસ 16 પુરું થાય તે પહેલાં નિમ્રતકૌરને મળી ગઇ બોલીવૂડ ફિલ્મ

  • January 24, 2023 04:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • એક્ત કપૂર અને બિગ બોસને છે વર્ષો જૂનો નાતો, ઘણાને મેડમે લોન્ચ કર્યા
  • લવ અને સેક્સ પર આધારિત ફિલ્મમાં લીડ રોલમાં દેખાશે નિમ્રતકૌર આહલુવાલિયા


એકતા કપૂરને બિગ બોસ સાથે જૂનો સંબંધ છે. બિગ બોસની ગઈ સિઝનની કન્ટેસ્ટન્ટ અને વિનર તેજસ્વી પ્રકાશને એકતા કપૂરે પોતાની પોપ્યુલર ટીવી સીરિયલ નાગિનમાં લીડ એક્ટ્રેસનો રોલ આપ્યો હતો. અને હવે એકતા કપૂર આ સિઝનમાં પણ કાસ્ટિંગ માટે આવી રહી છે. પાછલા ઘણાં સમયથી અટકળો ચાલી રહી હતી કે એકતા કપૂર આ સિઝનના કન્ટેસ્ટન્ટ્સમાંથી 1-2ને રોલ ઓફર કરશે

એકતા કપૂર 22 જાન્યુઆરીના રોજ બિગ બોસ 16માં જોવા મળી હતી. તેણે સલમાન સાથે પણ વાતચીત કરી અને પછી ઘરમાં પણ ગઇ હતી. રિપોર્ટ્સ અનુસાર, એકતા કપૂર ટીવી અભિનેત્રી નિમૃત કૌર આહલુવાલિયાને લવ સેક્સ ઔર ધોખા 2 ફિલ્મ માટે લીડ એક્ટ્રેસ તરીકે કાસ્ટ કરશે. જો આ વાત સાચી હોય તો નિમૃત કૌરની બોલિવૂડમાં એન્ટ્રી એકતા કપૂરની ફિલ્મ સાથે થશે.



જાણકારી અનુસાર લવ સેક્સ ઔર ધોખા ફિલ્મની સફળતા પછી એકતા આ ફિલ્મનો બીજો ભાગ બનાવવા જઈ રહી છે. શક્ય છે કે બિગ બોસના મંચ પરથી તે દિબાકર બેનર્જી સાથે મળીને આ ફિલ્મની સત્તાવાર જાહેરાત કરી. અને જો રિપોર્ટ્સ સાચા સાબિત થાય તો આ ફિલ્મ માટે નિમૃત કૌર આહલુવાલિયાને પસંદ કરવામાં આવી છે.

દરમિયાન એકતા કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર દિબાકર બેનર્જી સાથે એક તસવીર શેર કરી છે. પોસ્ટના કેપ્શનમાં એકતા કપૂરે લખ્યું છે કે...

મનપસંદ ફ્રેન્ચાઈઝી શરુ કરવાની તૈયારી. #LSD2. નિમૃત કૌર આહલુવાલિયાની વાત કરીએ તો તેને ભલે બિગ બોસની નબળી કન્ટેસ્ટન્ટ માનવામાં આવે છે. છતાં તે ફિનાલે સુધી પહોંચવામાં સફળ સાબિત થઈ છે. આ પહેલા તે છોટી સરદારની નામની ટીવી સીરિયલમાં જોવા મળી હતી.

જાણકારી અનુસાર એકતા કપૂર નાગિનની અપકમિંગ સિઝન માટે પણ કાસ્ટિંગ કરશે. પ્રોમો અનુસાર, પ્રિયંકા, શિવ, નિમૃત અને અર્ચના પણ નાગિન માટે ઓડિશન આપી રહ્યા છે. હવે એકતા કપૂર કોને કાસ્ટ કરશે તે સત્તાવાર જાણકારી આજના એપિસોડમાં જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application