સુષ્મિતા સેનની પુત્રીને ડેટ કરે છે બિગ બોસ વિનર

  • February 09, 2024 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રેને અને મુનવ્વર ફારૂકીની લવ કેમેસ્ટ્રી ચર્ચામાં

સુષ્મિતા સેનની દિકરી રેને પણ હવે ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ રેને ખૂબ જ એક્ટિવ રહે છે અને હવે હાલમાં જ તેને બિગ બોસ વિનરની સાથે સ્પોટ કરવામાં આવી હતી.સુષ્મિતાની દિકરીને ડેટ  મુનવ્વર ફારૂકી ડેટ કરી રહ્યો હોવાના અહેવાલ છે.પાર્ટીમાં સ્ટાઈલમાં બન્ને સાથે ગયા હતા. બિગ બોસ 17 બાદથી જ સતત ચર્ચામાં રહે છે મુનવ્વર ફારૂકી.ગયા મહિને જ બિગ બોસ 17ના વિનરની જાહેરાત કરવામાં આવી છે. આ સીઝનની ટ્રોફી મુનવ્વર ફારૂકીએ પોતાના નામે કરી છે. બિગ બોસ 17 સીઝન વખતે જ મુનવ્વર સતત ચર્ચામાં છે. શૉ વખતે સ્ટેન્ડઅપ કોમેડિયનની પર્સનલ લાઈફ પણ ખૂબ ચર્ચામાં રહી.  મુનવ્વર ને એક પાર્ટીમાં સ્ટાઈલમાં પહોંચતા સ્પોટ કરવામાં આવ્યો. તે ઓફ-વ્હાઈટ કો-ઓર્ડ સેટમાં હંમેશાની જેમ હેન્ડસમ લાગી રહ્યા હતા. તેની સાથે તેમણે મેચિંગ સ્નીકર્સની સાથે પેયર કર્યું હતું. જોકે પાર્ટી નાઈટ માટે મુનવ્વર ની જે પાર્ટનર હતી તેણે બધાનું ધ્યાન પોતાના બાજુ ખેંચ્યું. પાર્ટીમાં મુનવ્વર બોલિવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનની દિકરી રેને સેનની સાથે પહોંચ્યા હતા. 


એક જ ગાડીમાં પાર્ટીમાં પહોંચ્યા બન્ને 

મુનવ્વર અને રેને એક જ કારમાં પાર્ટીમાં પહોંચ્યા હતા. જોતજોતામાં તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો. સુષ્મિતા સેનની મોટી દિકરીને મુનવ્વરની સાથે જોઈને યુઝર ચોંકાવનારા રિએક્શન આપી રહ્યા છે. જોકે બિગ બોસ વિનર અને રેનેની સાથે ઓરી પણ હાજર હતા. પરંતુ યુઝર મુનવ્વર અને રેનેને સાથે જોઈને ચોંકી ઉઠ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application