રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલમાં મહિલાઓના ચેકઅપના સીસીટીવી હેક કરવાના કાંડમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ ઝડપેલા ત્રણ આરોપીમાંથી પ્રયાગરાજના યુટ્યૂબર ચંદ્રપ્રકાશ ફુલચંદે પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના વીડિયો પણ યુટ્યૂબ ચેનલમાં અપલોડ કરી વેચ્યા હોવાનું ખુલ્યું છે. સાથે દેશની 60-70 હોસ્પિટલના CCTV પણ હેક થયાની શક્યતા છે
વીડિયો વેચવાના નામે મોટી રકમ વસૂલતા હતા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમોને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં ત્રણેયે મહાકુંભમાં સ્નાન કરતી મહિલાઓના પણ વીડિયો વેચ્યા હોવાનો ખુલાસો થયો છે. આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના વીડિયો વેચતા હતા. આ માટે તેઓ લોકો પાસેથી મોટી રકમ લેતા હોવાની વિગતો પણ અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. બીજી તરફ રાજકોટની પાયલ હોસ્પિટલમાંથી સીસીટીવી આઇપીના આધારે હેક થયા હોવાની પણ સ્પષ્ટતા અમદાવાદ સાયબર ક્રાઇમ પાસેથી થઈ રહી છે.
કુંભમાં નાહતી મહિલાના વીડિયો અપલોડ થયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહિલાઓના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરીને રૂપિયા કમાતા ત્રણ લોકોને અલગ અલગ રાજ્યમાંથી ઝડપી લીધા છે. હજી આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે. ત્યારે પ્રયાગરાજથી પકડાયેલા આરોપીની ચેનલમાં કુંભના વીડિયો અપલોડ થયા હોવાની વિગતો સામે આવી છે. હવે આ વીડિયો તેણે જાતે ઉતાર્યા છે કે કોઈની પાસેથી મેળવ્યા છે તેની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ, આ સમગ્ર તપાસમાં અલગ અલગ 60થી 70 હોસ્પિટલના સીસીટીવી હેક થયા હોવાની શક્યતાના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ રેકેટ એક વર્ષથી ચાલતું હતું, જેમાં અનેક સ્ત્રીઓના વીડિયો આ લોકોને વેચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવે આ સમગ્ર મામલાની તપાસ માટે આરોપીઓના રિમાન્ડ માગવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
CCTV રોમાનિયા, એટલાન્ટાથી હેક થયા
મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. આઠ મહિનામાં આરોપી લાખો રૂપિયા કમાયો હતો. આરોપી આ વીડિયોને 800 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીમાં વેચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આઈપી એડ્રેસ પોલીસને મળ્યા છે તે રોમાનિયા અને એટલાન્ટાથી હેક થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાથે દેશની 60-70 હોસ્પિટલના વીડિયો હેક કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ ફોટા-વીડિયો વેચી અને પૈસા કમાતા હતા.
બે અલગ અલગ થિયરી પર પોલીસની તપાસ તેજ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વીડિયો અને ફોટા ઓનલાઈન વેચતો હતો. આરોપીની ટેલિગ્રામ ચેનલમાં 100થી વધુ સબસ્ક્રાઇબર છે. હોસ્પિટલ ઉપરાંત થિયેટર, મોલ સહિતના વીડિયો મળી આવ્યા છે. પાયલ હોસ્પિટલના ડેટા હેક કરાયા હતા. પોલીસ પાસે અનેક જાણકારી સામે આવી છે જે મુજબ 2 અલગ અલગ થિયરી પર પોલીસ કામ કરી રહી છે.
હોસ્પિટલના CCTV ફેબ્રુઆરી-માર્ચ 2024માં હેક થયા હતા
સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્રથમ થિયરી મુજબ પાયલ હોસ્પિટલના CCTV ફૂટેજ હેકરે કેવી રીતે હેક કર્યા અંગેની હાલ તપાસ કરવામાં આવી રહી છે. બીજી થિયરીમાં ત્રણ આરોપી પાસે વીડિયો ક્યાંથી અને કેવી રીતે આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પાયલ હોસ્પિટલના CCTV વર્ષ 2024માં ફેબ્રુઆરી-માર્ચ માસમાં હેક થયા હતા. હોસ્પિટલમાં દર્દી દ્વારા સારવાર સમયે આક્ષેપ થતા CCTV લગાડવામાં આવ્યા હતા.
ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રથી ઓપરેટ થતી હતી
મહિલાઓની સારવાર દરમિયાન ચેકઅપના સીસીટીવી વેચવાના કૌભાંડ મામલે JCP શરદ સિંઘલ દ્વારા પ્રેસ-કોન્ફરન્સ યોજવામાં આવી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટ ક્રાઇમ દ્વારા મહત્ત્વની મદદ મળી છે. 3 મહિનાના સીસીટીવી IP ચેક કરવામાં આવ્યા છે. આ ટેલિગ્રામ ચેનલ મહારાષ્ટ્રના સાંગલી અને લાતુરથી ઓપરેટ થતી હતી. મહારાષ્ટ્ર અને પ્રયાગરાજમાં ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ફૂલચંદ્ર નામની બીજી વ્યક્તિ ટેલિગ્રામ ચેનલ ચલાવતો હતો. રોમાનિયા અને એટલાન્ટાના હેકર સાથે પ્રજ્વલ સંપર્કમાં હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચહેરા અને વાળની સુંદરતા વધારે છે કાકડી, અજમાવો આ 4 બ્યુટી ટિપ્સ
March 28, 2025 05:08 PMકેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને મોટી ભેટ, ડીએમાં 2 ટકાનો વધારો, જાણો કેટલો પગાર અને પેન્શન વધશે
March 28, 2025 05:07 PMઉનાળામાં માટલામાં પાણી ઠંડું નથી થતું? આ 5 કારણ હોય શકે જવાબદાર
March 28, 2025 04:39 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech