દિલ્હી તોફાનની ચાર્જશીટમાં મોટો ખુલાસો વોટ્સએપ ઉપર થયું હતું હિંસાનું પ્લાનિંગ

  • February 24, 2021 11:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નોર્થ ઈસ્ટ દિલ્હીના ગોકુલપુરી પોલીસ સ્ટેશનમાં એક એફાઆરઆઈ નોંધાઈ છે. એફઆરઆઈ નંબર 102. જેમાં તોફાનોના એક ષડયંત્રનો મામલો નોંધાયેલો છે. દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાંચે ગોકુલપુરી હિંસાના મામલામાં કડકડડુમા કોર્ટમાં જે ચાર્જશીટ દાખલ કરી છે તેમાં ગોકુલપુરી હિંસાને લઈને અનેક મોટા ખુલાસાઓ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગોકુલપુરી વિસ્તારમાં 25 અને 26 ફેબ્રુઆરીએ 9લોકોની હત્યા કરવામાં આવી હતી. હત્યાકર્યા બાદ તમામની લાશ નાલામાં ફેંકી દેવામાં આવી હતી.

 

આ 9 હત્યાઓના મામલામાં દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચે 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ તમામ આરોપી સામે દિલ્હીપોલીસે એક ચાર્જશીટ ફાઈલ કરી છે. કોર્ટમાં દાખલ કરાયેલી ચાર્જશીટ અનુસાર એક વિશેષ સમુદાયના લોકોની હત્યાકરવા અને હિંસા ફેલાવવા માટે એક વોટસએપ ગૃપ બનાવવામાં આવ્યું હતું. ગૃપનું નામ કટ્ટર હિંદુ એકતા હતું. આ ગૃપ 25 અને 26 ફેબ્રુઆરીએ હિંસાના એક દિવસ પહેલા 24 તારીખે બનાવવામાં આવ્યું હતું. ગૃપમાં 125સભ્યો સામેલ હતા. ચાર્જશીટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે  હિંસાને અંજામ આપ્યાં બાદ તમામ લોકો ગૃપમાંથી લેફ્ટ થઈ ગયા હતા અને ચેટ પણ ડિલિટ કરી દીધી હતી.      

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application