વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ભૂલ આવી સામે, PM મોદીની કાર સામે એક યુવાન અચાનક કૂદ્યો

  • September 24, 2023 02:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રૂદ્રાક્ષ કેન્દ્રથી એરપોર્ટ જવા રવાના થયા હતા. ત્યારે તેમના કાફલાની સામે એક યુવક કૂદી પડ્યો. આ યુવક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કારથી માત્ર 10 ફૂટ દૂર હતો. આ જોઈને પોલીસકર્મીઓ એક્શનમાં આવી ગઈ હતી અને દોડીને યુવકને પકડી લીધો હતો. હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.


યુવક ભાજપનો કાર્યકર

મીડિયા રિપોર્ટ્સ અનુસાર અટકાયત કરાયેલ યુવક ગાઝીપુર જિલ્લામાં રહેતો બીજેપી કાર્યકર છે. ભારતીય સેનામાં નોકરીની માંગણી અંગે તે વડાપ્રધાનને મળવા માંગતો હતો. આની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સર્ચ દરમિયાન એસપીજીને તેમની પાસેથી બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાના કાર્યક્રમનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું હતું.


પીએમની સુરક્ષામાં અત્યાર સુધીમાં 9 વખત ચૂક આવી છે

તમને જણાવી દઈએ કે પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો આ પહેલો મામલો નથી. આ પહેલા લગભગ 9 વખત તેમની સુરક્ષામાં ચૂક જોવા મળી છે. જેમાં વાત કરીએ તો 30 એપ્રિલે કર્ણાટકના મૈસુરમાં રોડ શો દરમિયાન પીએમ મોદી તરફ મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો હતો. આ પહેલા 19 જાન્યુઆરીએ મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એક 38 વર્ષીય વ્યક્તિ VVIP વિસ્તારમાં ઘૂસી ગયો હતો. સૌથી મોટો મામલો ફિરોઝપુરમાં સામે આવ્યો હતો. 5 જાન્યુઆરી 2022ના રોજ પીએમ મોદીનો કાફલો 15-20 મિનિટ માટે ફ્લાયઓવર પર રોકાયો હતો. ખેડૂતોએ આગળનો રસ્તો રોકી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application