રેલવેનો મોટો નિર્ણય! હવે તમને ઘરે બેઠા જ મળશે જનરલ અને પ્લેટફોર્મ ટિકિટ, બસ કરવુ પડશે આ કામ

  • April 24, 2024 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

General Ticket પર મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે, ભારતીય રેલ્વે ઇન્ટરનેટ કનેક્શન સાથે સ્માર્ટ ફોન્સ (એન્ડ્રોઇડ અથવા વિન્ડોઝ આધારિત) દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરવાની સુવિધા પૂરી પાડે છે. આ સુવિધા સાથે, રેલ્વે મુસાફરો અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાનું ટાળી શકે છે અને તેઓ સરળતાથી તેમના મોબાઈલથી અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરાવી શકે છે.


મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, 'UTS ઓન મોબાઈલ' એપમાં મુસાફરીની ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બંને માટે બાહ્ય મર્યાદા જિયો-ફેન્સિંગ અંતરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવ્યો છે. આ સાથે રેલ વપરાશકર્તાઓ હવે તેમના ઘરે બેઠા બેઠા આરામથી ભારતીય રેલ્વેના કોઈપણ સ્ટેશન માટે તેમની અનરિઝર્વ્ડ ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરી શકે છે. જ્યારે જિયો ફેન્સીંગની આંતરિક મર્યાદા યથાવત રહેશે એટલે કે ટિકિટ બુકિંગ માત્ર સ્ટેશન પરિસરની બહારથી જ માન્ય રહેશે.


અનરિઝર્વ્ડ ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરોની સુવિધા માટે, ભારતીય રેલ્વે ઇન્ટરનેટ કનેક્શન સાથે સ્માર્ટ ફોન્સ (એન્ડ્રોઇડ અથવા વિન્ડોઝ આધારિત) દ્વારા અનરિઝર્વ્ડ ટિકિટ બુકિંગ (સામાન્ય ટિકિટ ઓનલાઈન)ની સુવિધા પૂરી પાડે છે.


આ સુવિધા સાથે, રેલ્વે મુસાફરો અનરિઝર્વ્ડ ટિકિટ મેળવવા માટે લાંબી કતારોમાં ઉભા રહેવાનું ટાળી શકે છે અને તેઓ સરળતાથી તેમના મોબાઈલથી અનરિઝર્વ્ડ ટિકિટ બુક કરાવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application