રાજ્યના કરાર આધારિત આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વધુ ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે. કરાર આધારિત તજજ્ઞોને ખાનગી પ્રેક્ટિસ વગર હાલ જે રૂ. ૯૫,૦૦૦ પ્રતિ માસ વેતન આપવામાં આવે છે તે વધારીને હવેથી પ્રતિ માસ રૂ. ૧,૩૦,૦૦૦ આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજીત ૩૭ % જેટલો વધારો કરવામાં આવ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય વિભાગ રાજ્યના તમામ નાગરિકોને શ્રેષ્ઠત્તમ આરોગ્ય સેવાઓ પ્રદાન કરાવવા કટિબધ્ધ છે.
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય આરોગ્ય સેવાઓને વધુ સુદ્રઢ બનાવવા CHC, સબ ડિસ્ટ્રીક્ટ અને ડિસ્ટ્રીસ્ટ હોસ્પિટલ ખાતે સેવારત કરાર આધારિત તજજ્ઞ તબીબોના હિતલક્ષી એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
રાજ્યના કરાર આધારિત આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. વધુ ખાનગી પ્રેક્ટિસ વગર કરાર આધારિત સેવા આપતા તજજ્ઞ તબીબોના પ્રતિ માસના વેતનમાં માતબર રકમનો વધારો કરાયો છે.
કરાર આધારિત તજજ્ઞોને ખાનગી પ્રેક્ટિસ વગર હાલ જે રૂ. ૯૫,૦૦૦ પ્રતિ માસ વેતન આપવામાં આવે છે તે વધારીને હવેથી પ્રતિ માસ રૂ. ૧,૩૦,૦૦૦ આપવાનું સરકારી ઠરાવ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે કે અંદાજીત ૩૭ % જેટલો વધારો કરવામાં આવ્યો છે.
વધુમાં સર્જરી સાથે સંકળાયેલા તજજ્ઞ તબીબોને પ્રતિ માસ મળતા વેતન ઉપરાંત મેજર અને માઇનોર સર્જરી માટે રૂ. ૩૦૦ થી રૂ. ૨૦૦૦ સુધીની પ્રોત્સાહક રકમ પ્રતિ સર્જરી આપવામાં આવશે.વધુમાં કરાર આધારિત સેવારત એનેસ્થેટીસ્ટ તબીબોને પ્રોત્સાહક રકમના ૫૦ ટકા રકમ પ્રતિ સર્જરી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. સર્જીકલ તજજ્ઞો સિવાયના અન્ય તજજ્ઞોને PMJAYના પ્રવર્તમાન ધારા-ધોરણો મુજબ જ ઇન્સ્ટેન્ટિવ મળવાપાત્ર બનશે.
રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે જનરલ સર્જરી, ઓર્થોપેડિક્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઇ.એન.ટીને લગતી વિવિધ મેજર સર્જરી માટે રૂ. ૨૦૦૦ અને રૂ. ૧૨૫૦ તેમજ માઇનોર સર્જરી માટે રૂ. ૬૦૦ અને રૂ. ૩૦૦ પ્રતિ સર્જરી તબીબોને ચૂકવવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સામાહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે તજજ્ઞ તબીબોની સેવા વધુ સુદ્રઢ બને તે માટે આ હિતકારી નિર્ણય લેવમાં આવ્યો છે. જે તજજ્ઞ તબીબોને સરકારી સેવાઓ સાથે જોડાવવા માટે પ્રોત્સાહન પુરૂ પાડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech