BREAKING NEWS

પેન્શનરો માટે મોટું એલર્ટ: ITR ફાઇલ કરતી વખતે આ એક નાની ભૂલ વધારી શકે છે ટેક્સનું ટેન્શન!

  • June 02, 2026 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઇનકમ ટેક્સ રિટર્ન  ફાઇલ કરવાની સીઝન શરૂ થઈ ગઈ છે. જો તમે પોતે પેન્શન મેળવો છો અથવા તમારા પરિવારમાં કોઈને 'ફેમિલી પેન્શન' મળે છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો સામાન્ય પેન્શન અને ફેમિલી પેન્શનને એક જ સમજીને ટેક્સની ગણતરીમાં મોટી ભૂલો કરે છે. આ નાની બેદરકારીના કારણે મોટો ટેક્સ ચૂકવવો પડી શકે છે અથવા આવકવેરા વિભાગ તરફથી કાનૂની નોટિસ આવી શકે છે.



નિયમ ૧:- તમારી પોતાની 'પેન્શન' પગારનો ભાગ ગણાય છેઆવકવેરાના કાયદા મુજબ, નિવૃત્તિ પછી કર્મચારીને મળતું પેન્શન એ "ઇનકમ ફ્રોમ સેલરી" એટલે કે પગારની આવક હેઠળ ગણવામાં આવે છે. તેનું કારણ એ છે કે આ રકમ ભૂતપૂર્વ એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે.
સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ
આ કેટેગરીમાં હોવાને કારણે પેન્શનરોને સ્ટાન્ડર્ડ ડિડક્શનનો મોટો ફાયદો મળે છે.
નવી અને જૂની ટેક્સ વ્યવસ્થા
જૂની ટેક્સ વ્યવસ્થામાં ₹૫૦,૦૦૦ અને નવી ટેક્સ વ્યવસ્થામાં ₹૭૫,૦૦૦ સુધીની સીધી કરમુક્તિ મેળવી શકાય છે.



નિયમ ૨:- 'ફેમિલી પેન્શન' પર લાગુ પડે છે અલગ નિયમજો કોઈ કર્મચારી કે પેન્શનરના અવસાન બાદ તેમના જીવનસાથી અથવા કાનૂની વારસદારને પેન્શન મળે, તો તેને 'ફેમિલી પેન્શન' કહેવાય છે. આ આવકને પગાર માનવામાં આવતી નથી.
અન્ય સ્ત્રોતોમાંથી આવક
તેને "ઇનકમ ફ્રોમ અધર સોર્સીસ" ની શ્રેણીમાં રાખવામાં આવે છે.ખાસ 
કપાત (Section 57(iia))
આમાં સામાન્ય સ્ટાન્ડર્ડ ડિડક્શન નથી મળતું, પરંતુ ખાસ કપાત મળે છે. જૂની ટેક્સ વ્યવસ્થામાં પેન્શનની રકમનો ત્રીજો ભાગ અથવા ₹૧૫,૦૦૦ (બેમાંથી જે ઓછું હોય) બાદ મળે છે. જ્યારે નવી ટેક્સ વ્યવસ્થામાં આ મર્યાદા વધારીને પેન્શનનો ત્રીજો ભાગ અથવા ₹૨૫,૦૦૦ (જે ઓછું હોય) સુધીની કપાત નક્કી કરાઈ છે.


સિનિયર સિટિઝન્સ માટે સરકારની બે મોટી રાહતો


૧. એડવાન્સ ટેક્સમાંથી મુક્તિ (સેક્શન 207(2)):- જે રહેવાસી વરિષ્ઠ નાગરિકોની ઉંમર ૬૦ વર્ષ કે તેથી વધુ છે અને તેમની આવકમાં કોઈ વ્યવસાય કે પ્રોફેશનલ કમાણી સામેલ નથી, તેમને એડવાન્સ ટેક્સ ભરવામાંથી મુક્તિ મળે છે. જોકે, તેમણે બધો ટેક્સ ITR ભરતી વખતે જ ચૂકવવાનો રહેશે.
૨. ૭૫ વર્ષથી વધુ ઉંમરના લોકોને ITR માંથી છૂટ (સેક્શન 194P):- જો ૭૫ વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનની આવક માત્ર પેન્શન અને તે જ બેંકના વ્યાજ પૂરતી સીમિત હોય, તો તેમણે બેંકમાં Form 12BBA જમા કરાવીને ITR ફાઇલ કરવાથી મુક્તિ મેળવી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application