માલદીવ બોયકોટ ટ્રેન્ડમાં બીગબી પણ સામેલ

  • January 09, 2024 10:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમિતાભે સોશિયલ મીડિયા પર લોકોને ભારતીય ટાપુઓનો આનંદ માણવા પ્રોત્સાહિત કર્યા 


પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત પર માલદીવના નેતાઓએ વાંધાજનક ટિપ્પણી કરી હતી, ત્યારથી માલદીવ બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અભિયાનમાં હવે અમિતાભ બચ્ચન પણ જોડાયા છે સાથે બોલીવુડના અનેક સ્ટાર્સ પણ સામેલ થયા છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને ભારતના અદ્ભુત ભાગથી અભિભૂત થયા બાદ તેમણે દેશવાસીઓને ત્યાંની મુલાકાત લેવાની અપીલ કરી હતી. જોકે, માલદીવના કેટલાક રાજકીય નેતાઓએ એમની મજાક ઉડાવી હતી અને વાંધાજનક ટિપ્પણીઓ પણ કરી હતી, જેના કારણે વિવાદ સર્જાયો હતો. આ કારણે સોશિયલ મીડિયા પર માલદીવ બોયકોટ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અભિયાનમાં હવે અમિતાભ બચ્ચન સહિત ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ જોડાયા છે.


અમિતાભે સોશિયલ મીડિયા પર લોકોને ભારતીય ટાપુઓનો આનંદ માણવા પ્રોત્સાહિત કર્યા હતા. બૉલીવુડના શહેનશાહે પૂર્વ ભારતીય ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી હતી. સેહવાગે લક્ષદ્વીપની ઘણી સુંદર તસવીરો શેર કરી હતી અને તેની સુંદરતાના વખાણ કર્યા હતા. એટલું જ નહીં, પૂર્વ ક્રિકેટરે માલદીવના મંત્રીઓ દ્વારા આપણા દેશ અને વડાપ્રધાન પર કરેલા કટાક્ષને દેશવાસીઓનું ધ્યાન અજ્ઞાત જગ્યાઓ તરફ ખેંચવાની એક મોટી તક ગણાવી હતી.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application