રાજકોટ ગેમઝોન અિકાંડ બાદ અત્યારે તો રાયમાં તમામ તત્રં ડાહ્યા ડમરા જેવા બની ગયા છે પણ આવું નથીની એક ઝલક મોરબીમાં ઉગાડી પડી છે.
યારે આપણે હોટેલમાં ભોજન કરવા જતાં હોઈએ ત્યારે સૌ કોઈએ જોયું હશે કે જે તે વાનગીનું નામ અને સામે ભાવ પણ લખેલા હોય છે એ તો સામાન્ય છે પણ આવું ભાવપત્રક સરકારી કચેરીઓમાં કામ માટેનું તમને જોવા મળે તો શું થાય ? સાંભળીને ચોકી ગયા ને પણ મોરબીની આ કડવી વાસ્તવિકતા છે મોરબીની વિવિધ સરકારી કચેરીમાં કયું કામ કરવાના કેટલા પિયા થશે તેનું બાકાયદા ભાવપત્રક બનાવેલ હોવાના ગંભીર આક્ષેપો સાથે જાગૃત નાગરિકે રાયના મુખ્ય સચિવ, એસીબી નિયામક સહિત રાયના ઉચ્ચ અધિકારીઓને અરજી કરી પગલાં ભરવા માંગ કરી છે તો મોરબીના ગ્રામ્ય મામલતદાર બેફામ ભ્રષ્ટ્રાચાર આચરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રાયભરમાં સરકારી કચેરીઓમાં તથા ભ્રષ્ટ્રાચારના ભોરિંગને ખુલ્લ ો પાડતી હોય તે રીતનું મોરબીનું ભાવપત્રક જાહેર થતાં ખળભળાટ મચી ગયો છે.
જાગૃત નાગરિકે કરેલી અરજીમાં જણાવ્યું છે કે રાજકોટ ગેમ ઝોન દુર્ઘટનામાં ભ્રષ્ટ્રાચાર મુખ્ય કારણ હતું ત્યારે મોરબીમાં પણ આવો વ્યાપક ભ્રષ્ટ્રાચાર ચાલી રહ્યો છે જેમાં મામલતદાર કચેરી મોરબી અને અન્ય મામલતદાર કચેરીઓમાં થતા કામોનું ભાવ પત્રક તૈયાર છે જેમાં બિનખેતી અભિપ્રાય માટે એકરે ૨૫ હજાર, જો કોઈ લોચા હોય તો લોચા પ્રમાણે ૧–૨ લાખ ભાવ, પેટ્રોલિયમ લાયસન્સ અભિપ્રાય માટે ૧–૨ લાખ તે જ રીતે ઇ ધરામાં કાચી નોંધ, નોંધ પ્રમાણિત કરવા સહિતના કામોના નામ અને સામે ભાવ લખેલા છે. તો માત્ર મામલતદાર કચેરી જ નહીં નાયબ કલેકટર કચેરી તથા નાયબ કલેકટર કચેરીઓમાં થતા કામોનું ભાવપત્રક કલેકટર કચેરીમાં થતા કામોનું ભાવપત્રક પણ અરજીમાં સાથે મોકલ્યું છે જેમાં જણાવ્યું છે કે આથી વધુ હશે જે અમારા ધ્યાનમાં નથી.
મોરબી જિલ્લ ામાં અધિકારીઓ માત્ર એક જ મકશદથી આવે છે કે કરોડો પિયા બનાવવા પછી મોરબીનુ જે થઉં હોય તે થાય.મોરબીની નોકરશાહી એટલી હદે ભ્રષ્ટ્રચારી થઈ ગઈ છે કે ધારાસભ્યોનું પણ આ લોકો પાસે કાંઈ આવતું નથી જેથી એન્ટી કરપશન બ્યુરો મોરબીમાં મોટા અધિકારીઓની ટ્રેપ ગોઠવે અને ભ્રષ્ટ્રાચાર પર બ્રેક મારે તેવી વિનંતી કરી છે.
મોરબીમાં વર્ષેાથી નોકરી કરતા અધિકારીઓની બેનામી સંપત્તિની તપાસ કરવામાં આવે તે જરી છે આ ભાવ પત્રકની સત્યતા માટે મોરબી જિલ્લ ામાં પ્રેકિટસ કરતા વકીલો, બિન ખેતી કન્સલ્ટન્ટ કે વચેટીયાઓના ખાનગી રાહે નિવેદન લેવામાં આવે તો સત્ય બહાર આવશે જેથી મોરબીમાં ચાલતા ભ્રષ્ટ્રાચારનો ખેલ તાત્કાલિક બધં થાય તેવી માંગ કરી છે. ઉપરોકત તમામ આક્ષેપો અરજદારે અરજીમાં કરેલા છે. ભાવપત્રક જાહેર કર્યું છે તેમાં સત્યતા કેટલી કેમ આવું જાહેર કરાયું તે તો આક્ષેપકર્તા જાણતા હશે. જો આવું શકય હોય તો ખરેખર તત્રં માટે શર્મનાક કહી શકાય. તપાસમાં શું ખુલ્લ ે તે જોવું રહ્યું.
ગ્રામ્ય મામલતદાર બેફામ ભ્રષ્ટ્રાચાર કરતા હોવાના ગંભીર આક્ષેપ
મોરબીમાં પૈસા આપીને નિયમોની એસી તેસી કરીને બિનખેતી પરવાનગી આપવામાં આવે છે ત્યાર બાદ પૈસા આપીને મન મુજબનો નકશો બનાવાય છે અને અન લીગલ કન્સ્ટ્રકશન થાય છે રાજકોટ ટીઆરપી જેવી મોટી દુર્ઘટના થાય તો જવાબદાર કોણ ? તેના માટે જીલ્લ ાના તમામ તત્રં જવાબદાર છે મોરબી ગ્રામ્યના મામલતદાર નીખીલ મહેતાના ભ્રષ્ટ્રાચારના તમામ પુરાવાઓની અરજી કરેલી પણ મોરબી જીલ્લાનું રેવન્યુ તત્રં જાણે નીખીલ મહેતાને બચાવવા એડી ચોટીનું જોર લગાવી દીધું છે જેથી આવા ભ્રસ્ટાચારી લોકોનો વાળ પણ વાંકો થતો નથી તેના માટે મોરબી જીલ્લ ાનું કલેકટર તત્રં પણ જવાબદાર છે મોરબી જીલ્લ ામાં વર્ષેાથી એક જ જગ્યાએ બેસી ગયા છે તેનું એક જ કારણ છે ભ્રષ્ટ્રાચાર આવી વાતો કે આક્ષેપો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. સત્ય શું છે તે તો તપાસમાં ખુલી શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ મૈયાની પૂજા-અર્ચના કરાઇ
November 07, 2024 07:37 PMટ્રમ્પ ફરી સત્તા પર આવવાથી બાંગ્લાદેશની વધી ચિંતા
November 07, 2024 05:43 PMયુપીના શાહજહાંપુરમાં ખેતરમાથી મળ્યો હથિયારનો ખજાનો
November 07, 2024 05:38 PMકર્ણાટકમાં બસ ડ્રાઈવરને ચાલુ બસે આવ્યો હાર્ટ એટેક, મહામહેનતે કંડક્ટરે બસ પર મેળવ્યો કાબુ
November 07, 2024 05:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech