'ભૂલ ભુલૈયા' ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ 'ભૂલ ભુલૈયા 3' આખરે સિનેમાઘરોમાં રજૂ કરવામાં આવ્યો છે. ફરી એકવાર કાર્તિક આર્યન તેના રૂહ બાબાના પાત્રથી દર્શકોના દિલ જીતવા આવ્યો છે. જો કે 'ભૂલ ભુલૈયા 3' બોક્સ ઓફિસ પર અજય દેવગનની સિંઘમ અગેઈન સાથે ટકરાઈ છે પરંતુ કાર્તિકની હોરર કોમેડી ફિલ્મનો ક્રેઝ પણ દર્શકોમાં વધી રહ્યો છે, જેના કારણે તેને બેસ્ટ એડવાન્સ બુકિંગ મળ્યું છે. જાણો 'ભૂલ ભૂલૈયા 3' રિલીઝના પહેલા દિવસે કેટલા કરોડનું કલેક્શન કરશે.
'ભૂલ ભુલૈયા 3' કેટલા કરોડમાં ઓપનિંગ કરશે?
અનીસ બઝમી દ્વારા નિર્દેશિત 'ભૂલ ભુલૈયા 3'માં કાર્તિક આર્યન ઉપરાંત તૃપ્તિ ડિમરી, માધુરી દીક્ષિત, વિદ્યા બાલન, રાજપાલ યાદવ, સંજય મિશ્રાએ પણ મહત્વની ભૂમિકાઓ ભજવી છે. 17 વર્ષ પછી વિદ્યાએ તેના આઇકોનિક પાત્ર મંજુલિકા સાથે આ ફ્રેન્ચાઇઝીમાં પુનરાગમન કર્યું છે. જેના કારણે ફિલ્મે રિલીઝ પહેલા જ ભારે માહોલ સર્જી દીધો હતો. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે એડવાન્સ બુકિંગમાં જ 17 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી. હવે 'ભૂલ ભુલૈયા 3'ની રિલીઝના પહેલા દિવસના પ્રારંભિક આંકડા આવી ગયા છે.
રિપોર્ટ અનુસાર, 'ભૂલ ભૂલૈયા 3' એ તેની રિલીઝના પહેલા દિવસે અત્યાર સુધીમાં 2.55 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. સવારે 10.30 વાગ્યા સુધીમાં આ કલેક્શન થયું છે.
'ભૂલ ભુલૈયા 3' 25 થી 30 કરોડ રૂપિયાના કલેક્શન સાથે બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરે તેવી અપેક્ષા છે. આ ફિલ્મ કાર્તિકની અત્યાર સુધીની સૌથી મોટી ઓપનર બની શકે છે. આ સાથે, ભૂલ ભૂલૈયા 3, રિતિક રોશન અને દીપિકા પાદુકોણના ફાઇટરના શરૂઆતના દિવસના કલેક્શનને પણ હરાવી શકે છે, જે વર્ષની બીજી સૌથી મોટી ઓપનર ફિલ્મ હતી. Fighter એ તેના ઓપનિંગ ડે પર 22.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. હાલમાં તમામની નજર બોક્સ ઓફિસ પર ટકેલી છે. અજય દેવગનની સિંઘમ અગેન સાથેની ટક્કર સાથે 'ભૂલ ભૂલૈયા 3' બોક્સ ઓફિસ પર શું કમાલ કરે છે તે જોવું
રહ્યું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech