ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા મેઘરાજ હાજાભા ભગાડ નામના 23 વર્ષના યુવાન ગત તારીખ 14 ના રોજ ભીમરાણા ગામે આવેલા મોગલ માતાજીના મંદિરે હતા. ત્યારે કાળા કલરની હેરિયર ગાડીમાં આવેલા મહાવીરસિંહ જયેન્દ્રસિંહ વાઢેર (રહે. ભીમરાણા) એ ફરિયાદી મેઘરાજને પહેલ કે "તું અને તારો બાપ મારી અને પરબતભા કનુભા માણેક વચ્ચેની માથાકૂટમાં કેમ રસ લ્યો છો?" તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
દ્વારકાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો
દ્વારકામાં આવળપરા વિસ્તારમાં રહેતા રવિ મહેન્દ્રભાઈ માલવી નામના 34 વર્ષના કુંભાર શખ્સને પોલીસે વિદેશી દારૂના ચાર ચપલા સાથે ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.
ઓખાના મફતિયા પરા વિસ્તારમાં રહેતા સીદીયાભા આશપારભા માણેક નામના 29 વર્ષના શખ્સને પોલીસે વરલી મટકાનો જુગાર રમતા ઝડપી લઇ, મુદામાલ કબજે કર્યો હતો.
ભાણવડ, કલ્યાણપુરમાં બે આસામીઓ સામે જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
ભાણવડના કૈલાશ નગર વિસ્તારમાં રહેતા સુમિતાબેન ધર્મેશભાઈ રાવલિયા (ઉ.વ. 44) એ પોતાની માલિકીની દુકાન તથા વાળો પરપ્રાંતિય આસામીને ભાડે આપી સ્થાનિક પોલીસને જાણ કરી ન હતી. આ જ રીતે કલ્યાણપુર તાલુકાના માંગરીયા ગામે રહેતા ધર્મેન્દ્રસિંહ સહદેવસિંહ જાડેજા નામના યુવાને પોતાનું મકાન ભાડુઆતને આપીને આ ભાડુઆતના આધાર પુરાવા સ્થાનિક પોલીસમાં જમા ન કરાવતા આ અંગે પોલીસે જાહેરનામા ભંગની કલમ હેઠળ બંને સામે કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech