ભાયાવદર: મોટી વાવડી ગામની સીમમાંથી વિદેશી દારૂની ૧૮૦ બોટલ ઝડપાઈ

  • December 04, 2020 11:37 AM 69 views

ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીવાવડી ગામની સીમમાંથી ઈગ્લીશ દારૂના જથ્થા સાથે પરપ્રાંતીય ઈસમને ક્રાઈમ બ્રાન્ચ રજાકોટ રૂરલે ઝડપી લીધો હતો.રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણાએ રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં મજુરી કામે બહારના રાજ્યમાંથી આવતા પરપ્રાંતીય મજુરો દ્વારા મજુરીની આડમા કરવામાં આવતી ગેરકાનૂની પ્રવૃતિ પર વોચ રાખવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઈસમોને પકડી પાડવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે સૂચન આધારે પોલીસ ઈન્સ્પેકટર એ.આર.ગોહિલના સીધા માર્ગદર્શન હેઠળ અલસીબી ટીમ ભાયાવદર પોલીસ સ્ટેશન સીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ. કૌશિકભાઈ જોષીને મળેલ સંયુકત હકિકત આધારે રમેશ ભારતસિંહ સીંગાડ રહે.મોટીવાવડી ગામની સીમ તા.ધોરાજી વાળાની કબજા ભોગવટાની ઓરડીમાં રેડ કરી ઈગ્લીશ દારૂની ૧૮૦ એમએલની બોટલ નંગ ૭૫ તથા ૭૫૦ એમએલએલની બોટલ નંગ ૨ મળી કુલ બોટલ નંગ ૭૭ સહિત કુલ રૂ.૮૬૦૦ના મુદામાલ સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે.


કબજે કરેલ મુદામાલમાં ઈગ્લીશ દારૂ લંડન પ્રાઈડ વ્હીસ્કીની ૧૮૦ એમએલની બોટલ નંગ ૭૫ કિ.રૂ.૭૫૦૦, ઈગ્લીશ દારૂ મેકડોવેલ્સ વ્હીસ્કીની ૭૫૦ એમએલની બોટલ નંગ ૨ કિ.રૂ.૬૦૦, મોબાઈલ કિ.રૂ.૫૦૦ સહિત કુલ મુદામાલ રૂ.૮૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે.કામગીરી કરનાર ટીમમાં પોલીસ ઈન્સપેકટર એ.આર.ગોહિલ, પોલીસ સબ ઈન્સ. એચ.એમ.રાણા તથા પોલીસ હેડ કોન્સ. શક્તિસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર તથા પોલીસ કોન્સ. નારણભાઈ પંપાણિયા, કૌશિકભાઈ જોષી, દિવ્યેશભાઈ સુવા, નિલેશભાઈ ડાંગર જોડાયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application