દ્વારકા શારદાપીઠમાં આદિ શંકરાચાર્યની રપર7મી જન્મજયંતિ નિમિત્તે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના હસ્તે ભાવવંદના

  • May 20, 2021 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શારદામઠના બ્રહમચારી નારાયણાનંદજી તેમજ યજમાન પરીવાર સહ પાદૂકા પૂજન ર્ક્યુ

દ્વારકા શારદાપીઠ ખાતે તાજેતરમાં આદિ શંકરાચાર્યજીની જન્મજયંતિ અવસરે રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ ભાવવંદના કરી હતી. શારદામઠના બ્રહમચારી નારાયણાનંદજી તેમજ યજમાન પરીવાર સહ પાદૂકા પૂજન ર્ક્યુ હતું. સનાતન ધર્મની રક્ષ્ાા હેઠળ દેશની ચાર દિશામાં ચાર પીઠની સ્થાપના કરનાર આદિ શંકરાચાર્યજીની રપર7મી જન્મ જયંતિ તાજેતરમાં સાદગીપૂર્ણ રીતે ઉજવાઇ હતી. શારદાપીઠના નારાયણાનંદજી તેમજ યજમાન પરિવાર દ્વારા આચાર્ય વત્સલભાઇ પુરોહિત તેમજ ગુગળી બ્રહમસમાજ તથા સનાતનધર્મીઓની ઉપસ્થિતિમાં આદિ શંકરાચાર્યજીની પાદૂકાનું પૂજન કરાયું હતું. રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) જાડેજાએ પણ આદિ શંકરાચાર્યજીના શ્રીચરણોમાં ભાવવંદના કરી બ્રહમચારીજીના આશીવર્દિ મેળવ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS