ભાવનગર શહેરના વિદ્યાનગર ખાતે રહેતા પરિવારના પુત્રવધુના આશરે દશેક તોલા સોનાના દાગીના ભરેલું પર્સ ગાયબ થયું હોવાની નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પરણિતના સસરાએ પર્સમાં આશરે રૂપિયા ૨.૫૦ લાખની કિંમતના દાગીના કોઈ અજાણ્યો શખ્સ ફરીયાદીની જાણ બહાર ચોરી કરી નાસી ગયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર નીલમબાગ પોલીસ મથક ખાતે દિલીપકુમાર મહિપતરાય શાહ (ઉ.વ ૭૦, રહે. પ્લોટ નં-૨૦૫ નિશ્રા એપાર્મેન્ટ વિધ્યાનગ-૨)એ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ભાવનગર વર્ધમાન કો-ઓપરેટ બેન્કમાં નોકરી કરતા હતો. અને હાલ નિવૃત જીવન ગુજારે છે. અને તેઓ પત્નિ કનકબેન, પુત્ર નિહાર અને તેઓના પુત્રવધુ પાયલબેન તથા પૌત્ર મિવાન સાથે ગાંધીનગર પાસે આવેલા કોબા ખાતે થી જમીને ભાવનગર આવવા માટે નીકળેલા હતા. જ્યાં મુસાફરી માટે ક્રિષ્ના કારકેબ થકીતેઓએ એક કાર ભાડેથી કરી હતી. જે ભાડાની મારૂતી સુઝુકી કંમ્પની અર્ટીકા મોટરકારમાં ડ્રાઇવર મુકેશભાઈ નામનો શખ્સ હતો. ત્યાંથી નીકળી પ્રથમ જુના પાડોશી તુષારભાઈના બાનું અવસાન થયું હોય ખરખરામાં અમદાવાદ ખાતે ગયા હતા. અને બાદ ફોર વ્હીલ કારમાં સીએનજી પુરાવવા માટે સાંગોદરમાં આવેલ પંપમાં સી.એન.જી પુરાવવા ગયા હતા. ત્યારબાદ સાંજના ૦૫/૩૦ થી ૦૫/૫૫ ગેલોપ્સે હોટેલ ખાતે ચા પાણી માટે હોલ્ટ કરેલ અને સાંજના ૦૭/૪૫ વાગે નિશ્રા એપાર્મેન્ટ વિધ્યાનગ-૨, ભાવનગર ખાતે પહોંચી ગયા હતા. અને ડ્રાઇવર પરિવારને ઘરે ઉતારીને જતો રહ્યો હતો. સાંજે બધા ઘરનાં સભ્યો રાત્રે ૦૯/૧૫ વાગ્યે સામાન ખોલતા હતા. ત્યારે ફરિયાદીમાં પુત્રવધુનુ પર્સ મળેલ નહી. જે પર્સમાં સોના બંગડી નંગ-૦૨ જે આશરે ૫ તોલા, સોનાનુ ગળામાં પહે રવાનું ડોકીયુ નંગ-૦૧ જે આશરે ૨.૫ તોલા, સોનાની બુટ્ટી નંગ-૦૨ જે આશરે ૨.૫ તોલા, સોનાની વિટી નંગ-૦૩ જે આશરે ૧ તોલા, સોનાનુ હાથમાં પહેરવાની પહોંચી જેવુ રક્ષાપોટલી નંગ-૧ જે આશરે -૦૨ તોલા તથા ચાંદીની લક્ષ્મીજી નો સિક્કો નંગ-૦૧, તથા પર્સમાં રોકડ રકમ રૂ. ૬૦૦૦ મળી કુલ રૂપિયા ૨,૫૦,૦૦૦ નો મુદ્દામાલ ભરેલું પર્સ મળી આવ્યું ન હતું. આ પર્સ સાથે આવેલ ડ્રાઇવર ચોરી કરી લઇ ગયેલ હોવાની શંકા ફરિયાદી દ્વારા પોલીસને જણાવવામાં આવી હતી. જે અંગે ફરિયાદીએ તેઓના પુત્રવઘુ પાયલબેને પર્સમાં રાખેલ આશરે દશેક તોલા સોનાના ઘરાણા જેની અદાજીત કિંમત લગભગ ૨,૫૦,૦૦૦ ભરેલું કોઇ અજાણ્યો શખ્સ જાણ બહાર ચોરી કરી લઇ ગયો હોવાની નીલમબાગ પોલીસમાં ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech