ભાવનગર રેલ્વે મંડળ સિંહો-વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની સતર્કતા અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ ૬૫ સિંહોના જીવ બચાવાયા છે.
ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારે જણાવ્યું હતું કે ૦૨ સપ્ટેમ્બર,સોમવાર રાત્રે લગભગ ૦૯ કલાકે, લોકો પાયલટ પુષ્પેન્દ્ર કુમાર સેન (મુખ્ય મથક - જેતલસર) અને સહાયક લોકો પાયલટ ઉમેશ બાબુ (મુખ્ય મથક - જેતલસર) દ્વારા કિમી. નંબર ૫૮/૮ ૫૮/૭ ગાધકડા-સાવરકુંડલા સેક્શન વચ્ચે જ્યારે ૩ સિંહો રેલ્વે પાટા ઓળંગી રહ્યા હોવાનું જોવા મળતા માલગાડી નંબર ઙઙજઙ/ખઇંઙકઉજ ને ઇમરજન્સી બ્રેક લગાવીને લગભગ ૧૦૦ મીટરના અંતરે રોકવામાં આવી હતી. અને લોકો પાયલોટ દ્વારા ગાડી મેનેજર (ગાર્ડ) અને સાવરકુંડલાના સ્ટેશન માસ્તરને વોકી-ટોકી દ્વારા જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ જ્યારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારી આવ્યા અને પાટા ક્લીયર થવાનો સિગ્નલ મેળવ્યો ત્યારે લોકો પાયલટ દ્વારા માલગાડીને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.
જેની માહિતી પ્રાપ્ત થતાં, ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમાર અને એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર હિમાઁશુ શર્મા દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech