આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમમાં મોબાઇલ, કોમ્પ્યુટર, ટેબલેટ, લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા-કાનુનનો ભંગ કરીને થતી છેતરપીંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ પ્રતિબદ્ધ છે. આ હેતુને અનુલક્ષીને પોલીસ મહાનિરીક્ષક,ભાવનગર રેન્જ દ્વારા સાયબર ક્રાઇમના નોંધાયેલ બનાવોમાં સમયસર ફરીયાદીને ન્યાય મળે અને ફરિયાદોનો સમયસર નિકાલ કરી શકાય તે માટે એક સુ-આયોજીત માળખું તૈયાર કરી જરૂરી કાર્યવાહી કરવા નિર્દેશન આપવામાં આવ્યુ હતું.
જે સંદર્ભે પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર રેન્જના માર્ગદર્શન હેઠળ ભાવનગર રેન્જ હેઠળના જીલ્લાઓ ખાતેના તમામ પોલીસ મથકોમાં સાયબર ક્રાઇમના બનાવો અંગે કાર્યવાહી માટે એક ઈુબયિ ઈશિળય ઇંયહા ઉયતસ કાર્યરત કરવામાં આવેલ છે.
સદરહું ઈુબયિ ઈશિળય ઇંયહા ઉયતસ માં એક પોલીસ હેડ કોન્સ્ટેબલ, એક પોલીસ કોન્સ્ટેબલ અને એક આઈ. ટી. એક્સપર્ટની નિમણૂક કરવામાં આવેલ છે. પોલીસ મથક સ્તરે સાયબર ક્રાઇમને લાગત અરજી,ગુન્હાના સમયસર નિકાલ માટે સાયબર હેલ્પ ડેસ્ક કાર્યક્ષમ રીતે કાર્યવાહી કરી શકે તે હેતુથી સાયબર હેલ્પ ડેસ્કના પોલીસ કર્મચારીઓ અને આઈ. ટી. એક્સપર્ટની તાલીમનું તા.૨૭-૦૫ ના રોજ પોલીસ તાલીમ કેન્દ્ર, પોલીસ હેડ ક્વાર્ટર્સ, ભાવનગર ખાતેઆયોજન કરવામાં આવ્યુ હતું.
આ તાલીમમાં હેલ્પ ડેસ્કના કર્મચારીઓને સાયબર ક્રાઇમના બનાવો સામે નાગરિકોની અપેક્ષાઓ, સમસ્યાઓનું નિરાકરણ કરવા માટેના ઉપાયો, ગુન્હા,અરજી સંબંધિત કાર્યવાહી, સાયબર પોર્ટલ (૧૯૩૦), તેરા તુજ કો અર્પણ પોર્ટલ, અત્યાધુનિક એપ્લિકેશન અને સોફ્ટવેર વિશે સંપૂર્ણપણે માહિતગાર કરવામાં આવ્યા હતા.
તાલીમનું આયોજન પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર રેન્જના સીધા માર્ગદર્શન હેઠળ ડો. હર્ષદ પટેલ, પોલીસ અધિક્ષક,ભાવનગરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યુ હતું. જે તાલીમમાં ભાવનગર રેન્જ સાયબર ક્રાઈમ નોડલ અધિકારી રિમા ઝાલા, ઉુજઙ, જઈ-જઝ ઈયહહ ના સુપરવિઝન હેઠળ ભાવનગર રેન્જ હેઠળના પોલીસ સ્ટેશનની ૫૬ જેટલી સાયબર હેલ્પ ડેસ્ક ટીમ, સાયબર ક્રાઇમ પોલીસ મથક- ભાવનગર રેન્જ, અમરેલી, બોટાદ અને સાયબ ર ક્રાઇમ સેલ-ભાવનગરના અધિકારીઓ તથા કર્મચારીઓએ તાલીમ મેળવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationIPL 2025: RCB બન્યું ચેમ્પિયન, ચાહકોનું 18 વર્ષ પછી ટાઇટલ જીતવાનું સપનું સાકાર થયું
June 03, 2025 11:24 PMપુતિન સાથે થઈ ગયો વધુ એક ખેલ, ઝેલેન્સકીને મળ્યું NATOની સૌથી મોટી બેઠકનું આમંત્રણ
June 03, 2025 07:39 PMFD ધારકોને ઝટકો! આ બે મોટી બેંકોએ વ્યાજ દરમાં કર્યો ફેરફાર
June 03, 2025 07:25 PMક્રિકેટનો ક્રેઝઃ IPL ફાઇનલ માટે મોદી સ્ટેડિયમ હાઉસફુલ, ફેન્સનો જોશ હાઈ
June 03, 2025 07:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech