ભાવનગર એસઓજી દ્વારા વરલ ખાતે ટ્રાફિક અને ડ્રગ્સ અવરનેસ કાર્યક્રમ યોજાયા

  • August 17, 2024 04:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 એસ.ઓ.જી. તેમજ હેડ ક્વાટર તથા બી.ડી.ડી.એસ.દ્વારા આલ્ફા વિદ્યા સંકુલ (વરલ)સ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક, સાયબર તથા બી.ડી.ડી.એસ અંગે તથા ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાવનગર રેન્જના આઇ.જી.પી. ગૌત્તમ પરમાર તેમજ પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક ને લગતા નિયમોની સમજ તેમજ બી.ડી.ડી.એસ.સમજ તથા સાયબર ક્રાઇમ તેમજ ડ્રગ્સ જેવા કેફી દ્રવ્યોની બદીને સમાજમાંથી ખતમ કરવા આપેલી સૂચના હેઠળ  ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરા તથા હેડ
કવાટર આર.પી.આઇ.બી.એસ. સોલંકી તથા બી.ડી.ડી.એસ.ના પો.સ.ઈ.ડી.બી.બગડા તેમજ એસ.ઓ.જી. તેમજ હેડ ક્વાટર ના સ્ટાફનાં માણસો દ્વારા ભાવનગર શહેર હેડ ક્વાટર તાલીમ ભવન ખાતે આલ્ફા વિદ્યાસંકુલ (વરલ)સ્કુલના વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસ તથા બી.ડી.ડી.એસ.અંગે સમજ તેમજ સાયબર અવેરનેસ અંગે કાર્યક્રમ નું આયોજન  કરવામાં આવ્યું હતું.
જેમાં પોલીસ ઇન્સ્પેકટર સુનેસરાએ  ટ્રાફિકના ભગથી થતુ નુકશાન, બી.ડી.ડી.એસ.વિષે, સાયબર  ડ્રગ્સ થી થતુ નુકશાન તેમજ  ડ્રગ્સ લેનાર ના લક્ષણો તેમજ તેનાથી બચવાના ઉપાયની જાણકારી આપેલ તેમજ ટ્રાફીક ભંગ કરનાર અનેક યુવાનો પોતાની જીંદગી બરબાદ કરી નાખે છે, જેનો ભોગ તેના સમગ્ર પરીવારને પણ બનવુ પડતુ હોય છે અને સમાજનું ભાવી નિયમોના પાલન નહી કરવાના કારણે સમાજ માં સુરક્ષા જાળવવા સારૂ તમામ નાગરીકો સહભાગી થઇએ અને ટ્રાફિક નિયમોનુ પાલન કરી સમાજને ઉતમ ઉદાહરણ પુરુ પાડી સ્વસ્થ તેમજ સ્વસ્થ રાષ્ટ્રના નિમર્ણિ હેતુસર 150 જેટલા વિદ્યાર્થીઓને  જરુરી સમજ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application