કાળી વિદ્યા કરતા હોવાના આક્ષેપ સાથે ભાટિયાના મહિલા પર દંપતિ દ્વારા હુમલો

  • March 12, 2021 10:41 AM 

કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા ભાવનાબેન હરદાસભાઈ પરબતભાઈ કરમુર નામના 39 વર્ષના આહીર મહિલા પર આ જ વિસ્તારમાં રહેતા કેશુભાઈ રામભાઈ ગોજીયા તથા તેમના પત્ની વિજુબહેને બિભત્સ ગાળો કાઢી, લોખંડની પટ્ટી વડે માથાના ભાગે ઈજાઓ કર્યાની ધોરણસર ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આરોપી દંપતીની દીકરીઓ બીમાર રહેતી હોય અને તેણી ઉપર ફરિયાદી ભાવનાબેન કાળી વિદ્યા કરતા હોવાના અવારનવાર આક્ષેપો વચ્ચે ગઈકાલે ગુરુવારે કેશુભાઈ તથા તેમના પત્ની વિજુબેનએ હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.

આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 114 તથા જી.પી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS