ભાટીયામાં સતત 19 દિવસના સંપૂર્ણ લોકડાઉન પૂર્ણ

  • May 12, 2021 11:24 AM 

છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ કોરોના મહામારીને ઘ્યાનઅમાં રાખી અને ભાટીયા ગામ પંચાયત અને વેપારી ભાઇઓ તેમજ ગામના આગેવાનો દ્વારા પહેલા અડધો દિવસ ગામ બંધ રાખ્યા બાદ 19 દિવસ સંપૂર્ણ લોકડાઉન કરી અને કોરોના સંક્રમણ ઘટાડવાના પ્રયત્નો કયર્િ હતા અનેસંપૂર્ણ લોકડાઉનથી કોરોનાના કેસોમાં ફરક પણ દેખાયો છે.

ગઇકાલે સંપૂર્ણ લોકડાઉનનો અંતિમ દિવસ હતો ત્યારે ગામ પંચાયતે સરપંચના અઘ્યક્ષસ્થાને આગેવાનો, વેપારીઓની એક મીટીંગ રાખવામાં આવી હતી જેમાં તા.11 થી ગામ સંપૂર્ણ ખોલવાનો સામુહિક નિર્ણય કરવામાં આવ્યોછે જેથી આજથી તાલુકાનું મુખ્ય મથક ભાટીયા ગામ આજથી સંપૂર્ણ ખુલ્લુ રહેશે તેમ ગામ પંચાયત ભાટીયાની યાદીમાં જણાવાયું છે. તેમજ વેપારીઓ અને બહારથી આવતા અને ગામના ગ્રાહકોએ માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવું સેનીટાઇઝર કરવા અને કામ વગર બહાર ન નીકળવા સહિતના સુચનો પણ કરવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS