કોમેડી ક્વીન ભારતીની એનસીબીએ કરી ધરપકડ ઘરમાંથી ગાંજો મળ્યો

  • November 21, 2020 07:16 PM 1839 views

એનસીબી સતત ડ્રગ્સના કેસમાં  ધરપકડ કરતી હોવાનું જણાય છે. શનિવારે એનસીબીએ મુંબઈમાં કોમેડી ક્વીન ભારતીની ધરપકડ કરી છે. તેના પતિ હર્ષની પૂછપરછ કરવામાં આવી રહી છે. ધરપકડની તલવાર હર્ષ પર પણ લટકી રહી છે. હર્ષની ધરપકડ પણ થઈ શકે છે. ભારતીને આજે રાત્રે એનસીબી કચેરી ખાતે કસ્ટડીમાં રાખવામાં આવશે અને આવતીકાલે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

શનિવારે એનસીબીએ મુંબઇમાં 3 સ્થળોએ દરોડા પાડ્યા હતા. ભારતી અને તેના પતિ હર્ષના ઘરે દરોડા પાડવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ભારતીના ફ્લેટમાંથી ગાંજો મળી આવ્યો છે. જે બાદ એનસીબી દ્વારા ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચીયાને સમન્સ પાઠવવામાં આવ્યા હતા. હવે ભારતીની ધરપકડ કરવામાં આવી છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application