પહેલી લોકસભા ચૂંટણીમાં બહુમતી ગુમાવ્યા બાદ હવે રાજ્યસભામાં પણ ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. વાસ્તવમાં ભાજપ્ના 4 સાંસદોનો કાર્યકાળ 13 જુલાઈએ પૂરો થયો હતો. આ પછી, કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ્ની બેઠકો ઉપલા ગૃહમાં 90થી ઘટીને 86 થઈ ગઈ છે. એટલું જ નહીં એનડીએની સંખ્યા પણ ઘટીને 101 પર આવી ગઈ છે. જે બહુમતી કરતા ઘણું ઓછું છે. રાજ્યસભામાં હાલમાં 226 સભ્યો છે. 19 બેઠકો હજુ ખાલી છે.
નિવૃત્ત થયેલા નામાંકિત સભ્યોમાં રાકેશ સિંહા, રામ શકલ, સોનલ માનસિંહ અને મહેશ જેઠમલાણીનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં નામાંકિત થયા બાદ આ નેતાઓએ ઔપચારિક રીતે ભાજપ્ને સમર્થન આપ્યું હતું. આ સભ્યોની નિવૃત્તિ બાદ ભાજપ્ને મહત્વના બિલોને ગૃહમાં પાસ કરાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ભાજપ્ને તેના સાથી પક્ષોમાં ભરોસો છે અને નામાંકિત સભ્યો પણ ટૂંક સમયમાં ફરી ભરાઈ શકે છે.
હાલમાં ભલે રાજ્યસભામાં ભાજપ્ની બેઠકો ઘટી હોય, પરંતુ હાલની ખાલી જગ્યાઓ ભરવા માટે યોજાનારી પેટાચૂંટણી બાદ ભાજપ અને તેના સાથી પક્ષો તાજેતરના નુકસાનની ભરપાઈ કરી શકશે એટલું જ નહીં પરંતુ તેમની સ્થિતિ પણ મજબૂત કરશે. એનડીએ બિહાર, મહારાષ્ટ્ર અને આસામમાં બે-બે બેઠકો અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરામાં એક-એક બેઠક જીતવાનો વિશ્વાસ ધરાવે છે.
સરકાર દ્વારા હજુ ચાર નવા સભ્યોની નિમણૂક કરવાની બાકી છે. સામાન્ય રીતે નામાંકિત સભ્યો શાસક પક્ષ સાથે હોય છે. જો કે, તેઓ પોતાની જાતને કોઈપણ પક્ષ સાથે જોડવા કે ન જોડવા માટે સ્વતંત્ર છે. તેઓ પરંપરાગત રીતે સરકારના એજન્ડાને સમર્થન આપે છે જે તેમને નોમિનેટ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech