પૂર્વ કૃષિમંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ, પ્રદીપભાઇ ખીમાણી, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શબ્દશરણ બ્રહ્મભટ્ટ સહિતના અધિકારીઓ હાજર રહ્યા
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર ના યજમાન સ્થાને જામનગર મહાનગર તથા રાજકોટ મહાનગરના કોર્પોરેટરો એવમ શિક્ષણ સમિતિના સભ્યોનો અભ્યાસ દ્વારકા ખાતે યોજાયો આગામી ચૂંટણીમાં કોર્પોરેટરોની ભૂમિકા સોશિયલ મીડિયા નો ઉપયોગ જનહિતની કામગીરી વિવિધ સરકારી યોજનાઓ ઈતયાદી વિષયો ઉપર દ્વારકા ખાતે બે દિવસનો અભ્યાસ વર્ગ યોજાયો.
કુલ સાત સત્રમાં આ અભ્યાસ વર્ગ યોજાયો, જેમાં પ્રથમ સત્રના પ્રારંભમાં વિષય લોકસભા ચૂંટણીમાં મારું યોગદાન પાર્ટીના બૂથ લેવલ કામગીરી અને મારા દ્વારા સામાજિક આધાર વધારવાની કામગીરી વિષય ઉપર આર.સી. ફળદુ ઉદબોધન કરેલ સફળ કહાનીયા અનુભવ શેર કરવા પ્રશ્નોત્તર ભાષણ આ વિષય ઉપર પ્રદીપભાઈ ખીમાણીએ ઉદબોદન કરેલ.મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ તથા જન પ્રતિનિધિના હકો અને ફરજો આ વિષય ઉપર શબ્દસરણભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા ઉદબોદન કરવામાં આવેલ, સોશિયલ મીડિયા નો ઉપયોગ ઉપર મનનભાઈ દાણી દ્વારા ઉદબોદન કરવામાં આવેલ. અભ્યાસ વર્ગના પ્રથમ દિવસે ઉપરોક્ત ચાર સત્ર ચલાવવામાં આવેલ તથા અભ્યાસ વર્ગના બીજા દિવસે કુશળ જનપ્રતિનિધિ - કાર્યાલય, જન-સંપર્ક, પ્રવાસ ઉપર ડોક્ટર સમીર કગલકરજી દ્વારા ઉદબોદન કરવામાં આવેલ, કેન્દ્ર તથા રાજ્ય સરકારની ગરીબ કલ્યાણકારી યોજનાઓ અને તેનું ૧૦૦% ક્રિયાન્વયન ઉપર જામનગર દેવભૂમિ દ્વારકાના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ઉદબોદન કરવામાં આવેલ.અભ્યાસ વર્ગના અંતિમ સત્ર વિષય, પાર્ટી, ઇતિહાસ, વિચારધારા, જન ભાગીદારીતા ઉપર રવિન્દ્ર સાઠેજી દ્વારા ઉદબોદન કરવામાં આવેલ. અભિયાસ વર્ગનું આયોજન તથા વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા કરવામાં આવેલ, જેમાં વિવિધ ટીમોમાં વિવિધ હોદ્દેદારોએ જવાબદારી નિભાવેલ. જે પૈકી વર્ગ સ્થાન વ્યવસ્થા કેતનભાઇ જોશી, અમીબેન પરીખ, વર્ગખંડ વ્યવસ્થા દિનેશભાઈ ગજેરા, મંચ વ્યવસ્થા રાજપાલ ભાઈ ગઢવી, સત્ર સંચાલન અધ્યક્ષ વ્યવસ્થા ખુમાનસિંહ સરવૈયા, મલ્ટીમીડિયા વ્યવસ્થા ધવલ નાખવા - મૃગેશ દવે, રજીસ્ટ્રેશન વ્યવસ્થા દિલીપસિંહ જાડેજા - વિરલ બારડ, કીટ તૈયાર કરનાર ટીમ નિશાનભાઇ અગારા - ચિંતન ચોવટીયા, પ્રદર્શનની તૈયાર કરનાર ગોપાલભાઈ સોરઠીયા, આંતરિક તથા બાહ્ય સજાવટ દુષ્યંતભાઈ સોલંકી, વિડિયો તથા ફોટોગ્રાફી રાજુભાઈ યાદવ, સ્વચ્છતા વ્યવસ્થા દિપકભાઈ શ્રીમાળી, વક્તા પ્રબંધન અશોકભાઈ વશિયર, વર્ગગીત વંદે માતરમ ગાન મોનિકાબેન વ્યાસ, પર્યવેક્ષક વ્યસ્થા કે જે કનકરા, ભોજન અલ્પાહાર વ્યવસ્થા દિલીપસિંહ કંચવા, મીડિયા પ્રબંધનની જવાબદારી ભાર્ગવ ઠાકર દ્વારા નિભાવમાં આવેલ.કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મહામંત્રી વિજયસિંહ જેઠવા એ જવાબદારી નિભાવેલ. આ કાર્યક્રમમાં ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સાંસદ પૂનમબેન માડમ મહામંત્રી પ્રકાશભાઈ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુ સાહેબ, કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી સહિત જામનગર રાજકોટના કોર્પોરેટરો તથા શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી, મીડિયા વિભાગના ભાર્ગવ ઠાકરની અખબારી યાદી માં જણાવવાંમાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદઃ અરિજિત સિંહ કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો...જાણી લો સમય
January 11, 2025 08:42 PMઅમેરિકામાં આગ લાગવાથી ઇતિહાસનું સૌથી મોટું નુકસાન, 150 અબજ ડોલરની સંપત્તિ બળીને ખાખ
January 11, 2025 08:35 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, કુલ કેસની સંખ્યા 4 થઈ
January 11, 2025 08:18 PMખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ: ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર
January 11, 2025 08:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech