મહાપાલિકા દ્રારા કાલથી ૧૮ દિવસ સુધી બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પયાત્રા

  • February 05, 2024 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઈ રાડીયા એક સંયુકત યાદીમાં જણાવેલ છે કે, રાય સરકારના વિકસિત ભારત સંકલ્પ યાત્રાનાં આયોજન અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તા.૬થી ૨૫ ફેબ્રુઆરી, ૨૦૨૪ દરમ્યાન બીજા તબક્કાની વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાશે. જેમાં દરેક વોર્ડમાં રથ ફેરવવામાં આવશે અને લોકોને વિકાસ ગાથની માહિતી પ્રા થઇ શકશે. સાથોસાથ ઉપરોકત દિવસો દરમ્યાન નાગરિકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા તમામ વોર્ડમાં ફરશે અને એ દરમ્યાન દરેક વોર્ડમાં સવારે ૯:૩૦થી ૧:૩૦ વાગ્યા દરમ્યાન તથા બપોર પછી ૩:૩૦ થી ૭:૦૦ વાગ્યા દરમ્યાન યોજનાકીય કેમ્પ યોજવામાં આવનાર છે. તા.૬૨૨૦૨૪ના રોજ સવારે ૯:૩૦ કલાકે સંતોષીનગર પ્રાથમિક શાળા નં.૯૮, રેલનગર પાણીના ટાંકા પાસે, ફાયર બ્રિગેડ સ્ટેશનની બાજુમાં, ૮૦ ફટ રોડ ખાતેથી  વિકસિત ભારત સંકલ્પ યાત્રા ૨.૦નો શુભારભં થશે.


મેયર નયનાબેન પેઢડીયાના અધ્યક્ષ સ્થાને તથા કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, સાંસદ મોહનભાઇ કુંડારીયા અને રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશી, ધારાસભ્યોશ ઉદયભાઇ કાનગડ, ડો. દર્શિતા શાહ, રમેશભાઇ ટીલાળા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યયક્ષ ડો. ભરતભાઇ બોઘરા અને મંત્રી બિનાબેન આચાર્ય તથા મ્યુશનિ. કમિશનર આનદં પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિડતિમાં યોજાનાર આ કાર્યક્રમમાં મુખ્યબ મહેમાન તરીકે ડે.મેયર નરેન્દ્રરસિંહ જાડેજા, શહેર ભાજપ મહામંત્રીઓ અશ્વિનભાઇ મોલીયા, વિરેન્દ્રમસિંહ ઝાલા, અને ડો.માધવ દવે તથા અતિથિ વિશેષ તરીકે મહાનગરપાલિકાના શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ અને દંડક મનિષભાઇ રાડીયા ઉપસ્થિનત રહેશે.



વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આ આયોજન અનુસંધાને તા.૦૬૦૨૨૦૨૪ના રોજ વોર્ડ નં.૩માં સવારે સંતોષીનગર પ્રાથમિક શાળા નં.૯૮ ખાતે અને બપોર પછી માધાપર તાલુકા સ્કૂલ, ક્રાઈસ્ટ હોસ્પિટલની બાજુમાં, માધાપર ખાતે યોજનાકીય કેમ્પ યોજાશે. યારે તા.૦૭૦૨૨૦૨૪ના રોજ વોર્ડ નં.૧માં સવારે ઝાકિર હત્પસેન પ્રા. શાળા, રૈયાધાર ખાતે અને બપોર પછી શાળા નં.૮૯, રૈયા ગામ ખાતે, તા.૦૮૦૨૨૦૨૪નાં રોજ વોર્ડ નં.૧૮માં સવારે તાલુકા શાળા, કોઠારિયા ખાતે અને બપોર પછી નારાયણનગર કન્યા શાળા, કોઠારિયા સોલ્વન્ટ ખાતે, તા.૧૧૦૨૨૦૨૪નાં રોજ વોર્ડ નં.૧૭માં સવારે વિશ્વામિત્ર પે સેન્ટર શાળા નં.૫૨, રઘુવીર સોસાયટી, સહકારનગર મેઈન રોડ ખાતે અને બપોર પછી સમ્રાટ અશોક પ્રા. શાળા નં.૪૯ બી અયોધ્યા સોસાયટી, બાબરીયા મેઈન રોડ, તા.૧૨૦૨૨૦૨૪ના રોજ વોર્ડ નં.૧૬માં સવારે શાળા નં.૪૯, સરદાર પટેલ આરોગ્ય ભવનની પાછળ, મહેશ્વરી સોસાયટી ખાતે, અને બપોર પછી શાળા નં.૯૬બી, શાંતેશ્વર મહાદેવ મંદિર વાલી શેરી, ગોવિંદનગર મેઈન રોડ ખાતે, તા.૧૩૦૨૨૦૨૪ ના રોજ વોર્ડ નં.૮માં સવારે આર.એમ.સી. પ્લોટ, અમિન માર્ગના ખૂણે, જેડ બલ્યુ સામે, ૧૫૦ ફટ રિંગ રોડ ખાતે, તથા બપોર પછી મલ્ટી એકટીવીટી સેન્ટર, નાનામવા સર્કલ ખાતે,  તા.૧૪૦૨૨૦૨૪ના રોજ વોર્ડ નં.૨માં સવારે ગોરધનદાસ મજીઠીયા પ્રા. શાળા નં.૬૦, અલકાપુરી ૨૫ કોર્નર, છોટુનગર પાસે અને બપોર પછી મહર્ષિ દધીચી શાળા નં.૫૯, બજરંગવાડી ખાતે, તા.૧૫૦૨૨૦૨૪ના રોજ વોર્ડ નં.૪માં સવારે ખુલ્લ ો પ્લોટ, ભગવતીપરા મેઈન રોડ, ભગવતીપરા બ્રિજથી આગળ, ઝાંઝરિયા હનુમાન મંદિર પાસે, બપોર પછી હોકર્સ ઝોનની બાજુનો પ્લોટ,  મોરબી રોડ જકાત નાકા ખાતે, તા.૧૬૦૨૨૦૨૪ના રોજ વોર્ડ નં.૯માં સવારે રાજ પેલેસ ચોકના ગ્રાઉન્ડ ખાતે અને બપોર પછી શ્રી રામદેવપીર મંદિર, આદિત્ય બોયઝ હોસ્ટેલની સામે, પાણીના ટાંકાની બાજુમાં, મુંજકા ખાતે, તા.૧૭૦૨૨૦૨૪ના રોજ વોર્ડ નં.૧૪માં સવારે પૃથ્વીરાજ ચૌહાણ પ્રાથમિક શાળા નં.૪૮, જિલ્લ ા ગાર્ડનની અંદર, ડો.આંબેડકર હોલની પાસે, બાપુનગર રોડ ખાતે અને બપોર પછી પંડિત દીનદયાળ આર.એમ.સી. શાળા નં.૬૫, શ્રમજીવી સોસાયટી, ઢેબરભાઈ રોડ, અધં મહિલા વિકાસ ગૃહની સામે, તા.૧૮૦૨૨૦૨૪ના રોજ વોર્ડ ન.ં ૫માં સવારે અટલ બિહારી બાજપાઈ ઓડીટોરીયમ, પેડક રોડ ખાતે અને બપોર પછી પંડિત જવાહરલાલ નેહ શાળા નં.૬૭, માલધારી સોસાયટી મેઈન રોડ ખાતે, તા.૧૯૦૨૨૦૨૪નાં રોજ વોર્ડ નં.૧૩માં સવારે કે. કે. કોટેચા સ્કૂલ, પુનીતનગર પાણીના ટાંકા પાસે, ૧૫૦ ફટ રિંગ રોડ ખાતે અને બપોર પછી શાળા નં.૬૯, અંબાજી કડવા પ્લોટ ખાતે, તા.૨૦૦૨૨૦૨૪ ના રોજ વોર્ડ નં.૧૦માં સવારે રાજકોટ સોરઠીયા દરજી સમાજ વાડી, બ્રહ્મ સમાજ ચોક પાસે, રૈયા રોડ ખાતે, અને બપોર પછી ગોખ કામેશ્વર મંદિર પાસે પ્લોટ, પાવન પાર્કની બાજુમાં, સત્ય સાંઈ મેઈન રોડ ખાતે, તા.૨૧૦૨૨૦૨૪ના રોજ વોર્ડ નં.૬માં સવારે મહારાણા પ્રતાપ કોમ્યુનીટી હોલ, કનકનગર ખાતે  અને બપોર પછી શ્રી પ્રિયદર્શીની પ્રાથમિક  શાળા નં.૯૬, મહિકા મેઈન રોડ ખાતે, તા.૨૨૦૨૨૦૨૪ ના રોજ વોર્ડ નં.૭માં સવારે કિશોરસિંહજી શાળા નં.૧, કોઠારિયા નાકા ખાતે અને બપોર પછી શ્રી જે.જે. પ્રાથમિક શાળા નં.૧૯, સરદારનગર મેઈન રોડ, ડો. યાજ્ઞિક રોડ ખાતે, તા.૨૩૦૨૨૦૨૪ના રોજ વોર્ડ નં.૧૧માં સવારે વિનોબા ભાવે પ્રાથમિક શાળા ન.ં ૯૩, મોકાજી સર્કલ ખાતે, અને બપોર પછી મધર ટેરેસા સ્કૂલ, શ્યામલ સ્કાય લાઈફની સામે, અંબિકા ટાઉનશીપ, ખાતે, તા.૨૪૦૨૨૦૨૪ ના રોજ વોર્ડ નં.૧૫માં સવારે શાળા નં.૨૯, જયનાથ પેટ્રોલ પંપની પાછળ, ભાવનગર રોડ, નવા થોરાળા મેઈન રોડ ખાતે અને બપોર પછી શાળા નં.૭૬, ૮૦ ફટ રોડ, અજય વે બ્રિજ વાળો રોડ, ખોડિયારપરા મેઈન રોડ ખાતે તેમજ તા.૨૫૦૨૨૦૨૪ રોજ વોર્ડ ન.ં ૧૨માં સવારે સતં પુનિત મહારાજ પ્રાથમિક શાળા નં.૮૭, પુનિતનગર પાણીના ટાંકા સામેનો રોડ, ૧૫૦ ફટ રિંગ રોડ ખાતે અને બપોર પછી તુલસી બાગ, કૈલાશ પાર્ક કોમન પ્લોટ, કૈલાશ પાર્ક શેરી નં.૪ ખાતે આ યોજનાકીય કેમ્પ યોજવામાં આવશે.

આ યોજનાકીય કેમ્પમાં સરકારની વિવિધ યોજનાઓ જેવી કે, પી.એમ. સ્વનિધિ યોજના, હેલ્થ કેમ્પ, આર.સી.એચ., આયુષ્યમાન યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, પી.એમ. ભારતીય જન ઔષધી યોજના, આધાર નોંધણી, પી.એમ. આવાસ યોજના (અર્બન), સ્વચ્છ ભારત અભિયાન (અર્બન), પી.એમ. ઈ–બસ સેવા, અમૃત યોજના, પી.એમ. ઉવલા યોજના, પી.એમ. મુદ્રા લોન યોજના, ડિજિટલ પેમેન્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર, પી.એમ. વિશ્વકર્મા યોજના, ઉજાલા યોજના, ખેલો ઇન્ડિયા, ઉડાન યોજના, વંદે ભારત અને અમૃત ભારત સ્ટેશન યોજના અને મામલતદાર કચેરી હસ્તકની સરકારની વિવિધ યોજનાઓ અંગે કામગીરી કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application