દેશી વિક્સિન છે 81 ટકા અસરકારક ભારત બાયોટેકે કોવેક્સિનના ત્રીજા તબ્બકાના ટ્રાયલના આંકડા કર્યા જાહેર

  • March 03, 2021 08:36 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારત બાયોટેક અને ઈન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ આઈસીએમઆર દ્વારા ડેવલપ કરવામાં આવેલી કોરોના વેક્સિનના ત્રીજા તબ્બકાના પરિણામો સાવે આવી ચુક્યા છે. ભારત બાયોટેકએ જણાવ્યું હતું કે ત્રીજા તબ્બકામાં આ વેક્સિનેશન 81 ટકા અસરકારક રહી હોવાનું જોવા મળ્યું છે. આ ટ્રાયલમાં 25,800 લોકોને વેક્સિન લગાવવામાં આવી હતી, જે દેશમાં અત્યાર સુધીમાં સૌથી મોટું ટ્રાયલ છે. ઉલ્લેખનીય છે કે સરકારે અગાઉ આ વેક્સિનને ઇમરજન્સી યુઝ માટે પરમિશન આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વેક્સિનનો ડોઝ લીધો હતો.

 

ત્રીજા તબ્બકાના ટ્રાયલના ડેટા આવ્યા પહેલા વેક્સિનને મંજૂરી આપવા બાબતે  વિપક્ષે અનેક સવાલ ઉઠાવ્યા હતાં. તેના કારણે જ લોકોના મનમાં ડર બેસી ગયો હતો અને લોકો કોરોના વેક્સિન લેતા ડરી રહ્યાં છે. જોકે વડાપ્રધાન સહિત અનેક મંત્રીઓ વેક્સિનેશન અભિયાનના બીજા તબ્બકામાં કોરોના વેક્સિનનો ડોઝ લઈને લોકોને વેક્સિન લેવા માટે પણ પ્રેરણા પુરી પાડી છે.  

 

ભારત બાયોટેકના ચેરમેન અને એમડી ડો.કૃષ્ણા ઈલ્લાએ કહ્યું હતું કે આ વેક્સિન વિકાસ, વિજ્ઞાન અને કોરોના વાયરસ સામેની લડતમાં સૌથી મોટું હથિયાર છે. ફેઝ 3ના આજના પરિણામો સાથે અમે કોવિડ 19 વેક્સિનના ફેઝ 1 અને 2ના આકડા પણ જારી ક્રયા છે. જેમાં લગભગ 27000 પ્રનિભાગી હતી. કોવેક્સિન કોવિડ 19 સામે સુરક્ષા પ્રદાન કરવાની સાથે નવા સ્ટ્રેન સામે પણ રક્ષણ કરવાની ક્ષમતા ધરાવે છે. ભારત સરકારે એસ્ટ્રાજેનેકા અને સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા દ્વારા તૈયાર કરવામાં આવેલ કોવિશિલ્ડ અને કોવેક્સિનને સૌથી પહેલા ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી હતી.

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS