મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નને લઈને દરેક જગ્યાએ ચર્ચાઓ થઈ રહી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન્સ શરૂ થવાના છે. આ મોટા લગ્નમાં બોલિવૂડ સ્ટાર્સ પણ હાજર રહેવાના છે. અનંત અને રાધિકાના લગ્નમાં મોટા સ્ટાર્સ સામેલ થશે. આ દરમિયાન સલમાન ખાન પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા જામનગર પહોંચી ગયો છે.
લગ્ન પહેલા 1 થી 3 માર્ચ સુધી જામનગરમાં પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમિયાન આ મોટા લગ્નમાં સામેલ થવા માટે સુપરસ્ટાર સલમાન ખાન પણ જામનગર પહોંચી ગયો છે. સલમાન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ભાઈજાન બ્લુ જીન્સ અને ઓલિવ ગ્રીન કલરનો લૂઝ શર્ટમાં જોવા મળી રહ્યો છે.
સલમાનની આ સ્ટાઈલ એકદમ કેઝ્યુઅલ છે
અમિતાભ બચ્ચને તમામ મહેમાનોને કન્યાદાનનો અર્થ વાંચીને સમજાવ્યો હતો
સલમાન ખાન સિવાય અમિતાભ બચ્ચનનો આખો પરિવાર પણ લગ્નના આ મોટા ગેસ્ટ લિસ્ટમાં સામેલ થશે. આ પહેલા આકાશ અંબાણી અને ઈશા અંબાણીના લગ્ન વખતે અમિતાભ બચ્ચને તમામ મહેમાનોને કન્યાદાનનો અર્થ વાંચીને સમજાવ્યો હતો.
દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને સૈફ અલી ખાન તેમના પરિવાર સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપશે.જ્હાન્વી કપૂર પણ પ્રી-વેડિંગ ફંક્શન માટે જામનગર પહોંચી ગઈ છે. ગેસ્ટ લિસ્ટમાં માધુરી દીક્ષિત, કરણ જોહર, કેટરિના કૈફ, વિકી કૌશલ, શાહરૂખ ખાનનો પરિવાર, આમિર ખાન, અક્ષય કુમાર, અજય દેવગન અને કાજોલ સહિત ઘણા સ્ટાર્સના નામ સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech