હોળી પહેલા હિરોઈન ભાગ્યશ્રી સાથે એક મોટો અકસ્માત થયો છે. અભિનેત્રી એક ગેમ દરમિયાન ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી. જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સર્જરી કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી અભિનેત્રીની કેટલીક તસવીરો પણ સામે આવી છે.
રમત દરમિયાન ભાગ્યશ્રી સાથે મોટો અકસ્માત થયો
અભિનેત્રી ભાગ્યશ્રીની કેટલીક તસવીરો આ સમયે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અભિનેત્રી હોસ્પિટલના બેડ પર સૂતી જોવા મળી હતી. તેના કપાળ પર ગંભીર ઈજા પણ થઇ છે. આ તસવીરો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું હતું કે, 'ભાગ્યશ્રીનો દુર્ભાગ્યપણે પિકલ બોલ રમતી વખતે અકસ્માત થયો.' જેના કારણે તેના કપાળ પર ગંભીર ઈજા થઈ હતી. તેની સર્જરી થઈ અને 13 ટાંકા આવ્યા. આ સમાચાર બહાર આવ્યા પછી અભિનેત્રીના ચાહકો ચિંતિત છે.
ભાગ્યશ્રી હોસ્પિટલમાં સેલ્ફી લેતી જોવા મળી હતી
જોકે, ભાગ્યશ્રીની હાલત હાલમાં સ્થિર હોવાનું કહેવાય છે. તેની સર્જરી પણ થઈ ગઈ છે. હોસ્પિટલમાંથી બહાર આવેલી આ તસવીરોમાંથી એકમાં ભાગ્યશ્રી સેલ્ફી લેતી પણ જોવા મળી હતી. જેમાં અભિનેત્રીના કપાળ પર પાટો બાંધેલો છે. પણ તે દુઃખ ભૂલીને સ્માઈલ સાથે પોઝ આપી રહી છે. અભિનેત્રીની આ તસવીર જોઈને તેના ચાહકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech