ભાગ્યલક્ષ્મી એજ્યુ. એન્ડ ચેરી. ટ્રસ્ટ દ્વારા આજથી 8 સ્થળો પર અપાશે કોરોના વેક્સીન

  • April 03, 2021 07:50 PM 

શહેરના વોર્ડ નં. 1, 2, 3, 4, 5, 6, 11 અને 15 માં કરાયેલી વ્યવસ્થા: વિશેષ બિમારી ધરાવતાં કોઈપણ ઉંમરના ભાઈઓ-બહેનોને પણ અપાશે વેક્સીન

જામનગરમાં ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાનગરપાલિકાના સહયોગથી આજ તા. 04-04-ર0ર1 ને રવિવારના શહેરના 8 સ્થળો પર કોરોના મહામારીની વેક્સીન આપવાનો કેમ્પ યોજાયો છે, જેમાં 4પ વષ્ર્થિી ઉપરની ઉંમરના તમામ નાગરિકો, ભાઈઓ-બહેનો તેમજ કોઈ વિશેષ બિમારી ધરાવતા કોઈપણ ઉમરના ભાઈઓ-બહેનોને વેક્સીન આપવામાં આવશે.

જેમાં (1) વોર્ડ નં. 1 માં ખોડીયાર માતાજીનું મંદિર, એસ.એસ.બી. ટ્રેનીંગ સેન્ટર સામે વાલસુરા રોડ, જામનગર ખાતે બપોરે 3-00 કલાકથી, (ર) વોર્ડ નં. ર માં અંકલેશ્ર્વર મહાદેવ મંદિર, ધરારનગર-ર, ગોલ્ડન સીટીની બાજુમાં, જામનગર ખાતે બપોરે 3-00 કલાકથી, (3) વોર્ડ નં. 3 માં પંચાણભાઈ શામજીભાઈ કડવા પટેલ સેવા સમાજ, વિકાસગૃહ ચોક, જામનગર ખાતે બપોરે 3-00 કલાકથી, (4) વોર્ડ નં. 4 કિલ્લોલ વિદ્યાલય, ગાયત્રી ચોક, નવાગામ ઘેડ, જામનગર ખાતે સવારે 10-00 કલાકથી, (5) વોર્ડ નં. પ ગીતા મંદિર, પારસ સોસાયટી, જામનગર ખાતે સવારે 9-00 થી 1-00 અને સાંજે 3-00 થી 7-00 કલાક સુધી, (6) વોર્ડ નં. 6, વુલન મિલની ચાલી, હિન્દી સ્કુલ, દિગ્જામ મીલ પાછળ, જામનગર ખાતે બપોરે 3-00 કલાકથી, (7) વોર્ડ નં. 11, હાપા, ચામુંડા માતાજી મંદિર, જામનગર ખાતે બપોરે 3-00 કલાકથી, (8) વોર્ડ નં. 1પ, સુર્યદિપ હાઈસ્કુલ, રડાર રોડ, ગોકુલનગર, જામનગર ખાતે બપોરે 3-00 કલાકથી રસીકરણ કરાશે.

આ કેમ્પમાં શહેરના વેક્સીન લેવાને પાત્ર ભાઈઓ-બહેનો પોતાના આધારકાર્ડ કે અન્ય કોઈ ઓળખના પુરાવા તેમજ માંદગીના  કિસ્સામાં તે અંગેના પ્રમાણપત્ર સાથે ઉપસ્થિત થઈ વેક્સીન લેવા ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન તેમજ રાજય કક્ષના મંત્રી ધર્મેન્દ્રસિંહ (હકુભા) એમ. જાડેજાએ જાહેર અપીલ કરેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)