શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘના આંગણે તા.27-11 થી તા.20-12 સુધી ધાર્મિક કાર્યક્રમ યોજાશે
શ્રી હાલારી સંપ્રદાયના સ્થવીર 5.પૂ. બા.લ. કેશવજીમુનિ મ.સા. ની કૃપા, અને ગોંડલ સંપ્રદાયના ચારિત્રનિષ્ઠ, અનંત ઉપકારી ગુરુદેવ પ.પૂ. બા.બ. શ્રી રાજેશમુનિજી મ.સા. આદી ઠાણાઓ તથા સતીરત્નોની પાવનકારી શુભ નિશ્રામાં ચિ. હેતભાઈ તુરખીયા ની જૈન ભાગવતી દિક્ષા મહોત્સવ નિમીતે તા.27-11-2024 ના રોજ જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીઆનો ડેલો, જામનગર પધારી રહયા છે.
આ શુભ પ્રસંગે દાતા પરિવાર જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ, હસ્તે સંઘમાતા હેમલતાબા શાહ પરિવાર તરફથી ચિ. હેતભાઈ ની દિક્ષા પ્રસંગએ ધાર્મિક આરાધના મહોત્સવ કાર્યક્રમ તા.27-11-2024 થી તા. 20-12-2024 યોજાશે જેમાં સવારે 8-00 થી 8-30 સુધીમાં પ્રવેશ લઈ 12-00 થી 12-30 દરમ્યાન ભાઈઓ-બહેનો માટે પાંચ, ચાર, ત્રણ સામાયિકના આયોજન દરમ્યાન સવારે વ્યાખ્યાન 9-15 થી 10-30,વાંચણી 10-45 થી 11-45 અને દિશાના સ્તવન 11-45 થી 12-15 તેમજ બપોરે શિબિર 2-00 થી 4-30(મહારાજ સાહેબ તથા મહાસતીજીઓની અનુકુળતા પ્રમાણે કરાવશે),સાંજે પ્રતિક્રમણ 5-00 થી 7-00, પ્રશ્નોતરી 3-00 થી 8-30 (જ્ઞાન-ધ્યાન) યોજાશે જેમાં વધારે ને વધારે શ્રાવક-શ્રાવિકાઓ લાભ લીએ અને પોતાના ભવિષ્યને ઉજજવળ બનાવે. ગુરુદેવ પ.પૂ.બા.બ. શ્રી રાજેશમુનિજી મ.સા. નો લાભ લેવો એ અમૂલ્ય અવસર છે. તેમજ આ દિવસો દરમ્યાન બપોરે 12-30 કલાકે અને સાંજે 5-00 કલાકે ઉપસ્થિત શ્રાવક-શ્રાવિકાને સાધર્મિક ભકિત માટે શ્રી લોકાગચ્છ જ્ઞાતિની વાડીમાં જમવા પધારવાનું રહેશે તો સર્વેએ લાભ લેવા યાદીમાં જણાવ્યુ છે.
ત્યારબાદ આ મહોત્સવ કાર્યક્રમમાં દિક્ષા મહોત્સવ નિમીતે તા.01-12-2024 થી તા. 04-12-2024 સુધી સાંજી બપોરે 3-30 થી 4-30,શ્રી સમસ્ત સ્થાનકવાસી જૈન સમાજ માટે એકાસણા - દયાવ્રત તથા નવ સામાયિકનું આયોજન તા.27-11-2024 થી તા. 05-12-2024 સુધી યોજાશે,દાતા પરિવાર તરફથી એકાસણા - દયાવ્રત તથા નવ સામાયિકનું આયોજન જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઈ શાહ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, વારીઆના ડેલામાં કરવામાં આવેલ છે. જેનો સમય સવારે 8-00 થી 8-30 સુધીમાં પ્રવેશ લઈ 12-00 થી 12-30 સુધીમાં સામાયિક પૂર્ણ થશે.
શ્રી હાલારી સંપ્રદાયના 4, પટેલ કોલોનીમાં આવેલ ઉપાશ્રયમાં હાલ પ.પૂ.બા.બ્ર. કેશવજીમુનિ મ.સા. આદી ઠાણા-5 બિરાજી રહ્યા છે. તે ઉપાશ્રયના શ્રાવક-શ્રાવિકાઓને વિનંતી છે કે તેમની સાધના, આરાધના ત્યાં મહારાજ સાહેબના સાનીધ્યમાંજ 4-5 સામાયિકનું આયોજન હિતેશભાઈ અને હસમુખભાઈ જે રીતે સમય ગોઠવે તે રીતે પૂર્ણ થયા પછી તા.27-11-2024 થી તા.20-12-2024 સુધી લોકાગચ્છ જ્ઞાતિની વાડી, ચાંદી બજારમાં સાધર્મિક ભક્તિમાં પધારવા શ્રી સ્થાનકવાસી જૈન મોટા સંઘ-ચાંદી બજાર-જામનગરની યાદીમાં જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMદિવાળીએ થયેલા ઝઘડાની દાઝે પરિવાર પર ઘાતક હથિયારથી હુમલો, પિતા-પુત્રને ઇજા
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech