દ્વારકાની 138 વર્ષ જૂની ગૌશાળામાં ભાગવત સપ્તાહ

  • May 14, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૂ.કનકેશ્વરીદેવીજી તા. 5 થી 11 જૂન સુધી કથા કરશેઃ શોભાયાત્રા સાથે થશે પ્રારંભ


દ્વારકાના ભથાણ ચોકમાં સ્થિત 138 વર્ષ જૂની ગૌશાળામાં વિશેષ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. દ્વારકા ગૌશાળા કમિટિના નવનિર્માણ પ્રસંગે ગૌ-માતાના લાભાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.


આ કાર્યક્રમનો પ્રારંભ તા. 5 જૂન 2025 ના રોજ થશે. દ્વારકાધીશ મંદિરથી કથા સ્થળ સુધી બપોરે 3-00 વાગ્યે શોભાયાત્રા નીકળશે. કથા તા. 11 જૂન 2025 સુધી ચાલશે. દરરોજ બપોરે 4-00 થી રાત્રિના 9-00 વાગ્યા સુધી પૂ.કનકેશ્વરીદેવીજી તેમની સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે.


આ તકે આયોજકોએ જાહેરાત કરી છે કે, સપ્તાહ દરમિયાન પિતૃ તર્પણ અર્થે  પોથી નોંધાવવા માટે તા. 1 જૂન 2025 સુધી સંપર્ક કરી શકાશે, વધુ માહિતી માટે મો. નં. 98255-92947, 99242-86854, 98981-48150, 99244-24499, 97250-29841, 88781-77140 પર સંપર્ક કરી શકાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application