શહેરમાં ભાદરવાનો તાપ આકરો બન્યો છે .૨૬ દિવસ બાદ તાપમાન ૩૫.૩ ડિગ્રી થતાં ભાદરવાના આકરા તાપથી લોકો ત્રસ્ત થયા છે.ભાવનગર જિલ્લામાં આજે ગુરૂવારે સતત છઠ્ઠા દિવસે મેઘરાજાએ વિરામ પાળ્યો હતો. મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રી રહયું હતું.જ્યારે લઘુતમ તાપમાન ૨૬.૧ ડિગ્રી રહયું હતું. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે.ડેમની સપાટી આજે બપોરે ૨૯ ફૂટ રહી હતી.
હવામાન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લામાં આજે ગુરૂવારે બપોર સુધી મેઘવિરામ રહયો હતો. ચોમાસાના અંતમાં ભાવનગર શહેરના લોકો સારા ધોધમાર વરસાદની રાહમાં છે. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં હાલ પાણીની આવક બંધ છે.આથી ડેમની સપાટી આજે બપોરે ૨૯ ફૂટ યથાવત રહી હતી. પાલિતાણાના શેત્રુંજી ડેમમાં પાણીની આવક સારા પ્રમાણમાં થતાં લોકો અને ખેડૂતો ખુશખુશાલ થયા છે. ભાવનગર શહેરમાં મહત્તમ તાપમાન ૩૫.૩ ડિગ્રી રહયું હતું.૨૬ દિવસ બાદ મહત્તમ તાપમાન ૩૫ ડિગ્રીને પાર થયુ હતુ.ભાદરવાના આકરા તાપથી લોકો ત્રસ્ત થયા છે.ભેજ વધુ રહેતા અસહય બફારો લોકોને રોજ તોબા પોકરાવી દે છે.દરરોજ વાદળો છવાય છે,સામાન્ય ઝાપટા પડે છે.ભાવનગર શહેરમાં લોકો સારા વરસાદની રાહમાં છે.
શહેરનું મહત્તમ તાપમાન ૦.૭ વધીને ૩૫.૩ ડિગ્રી રહયું હતુ. લઘુતમ તાપમાન ૧.૩ ડિગ્રી વધીને ૨૬.૧ ડિગ્રી નોંધાયુ હતુ. આજે ગુરૂવારે સવારે ભેજ ૮૨ ટકા રહયો હતો.જ્યારે પવનની ઝડપ આજે સવારે ૧૨ કિ.મી. રહી હતી.
ભાદરવા માસના મધ્યમાં ગરમીનું જોર વઘ-ઘટ થયા કરે છે. પરંતુ ભેજ વધુ રહેતા બફારો વધ્યો છે.આથી લોકો ભારે ત્રસ્ત થયા છે. સપ્ટેમ્બર મહિનાના ત્રીજા સપ્તાહમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વઘ -ઘટ થયા કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech