રાજકોટ શહેરને પીવાનું પાણી પુ પાડતી ભાદર ડેમની ૪૦ વર્ષ જૂની પાઇપલાઇન હવે જર્જરિત થઇ ગઇ હોય હવે અંદાજે .૨૦૦ કરોડના ખર્ચે રાય અને કેન્દ્ર સરકારની સહાયથી બદલવાનો પ્રોજેકટ તૈયાર કરાયો છે પરંતુ આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટી સાથેની બબ્બે બેઠક નિષ્ફળ રહેતા પ્રોજેકટ લટકી પડો છે અને હવે સમગ્ર મામલો રાજકોટ મહાપાલિકામાંથી રાય સરકાર સુધી પહોંચશે તેમ સુત્રોમાંથી જાણવા મળે છે.
વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી પ્રા વિગતો અનુસાર હાઇવે ઓથોરિટી સાથે પૂર્વ મ્યુનિસિપલ કમિશનરે બે મિટિંગ યોજી હતી પરંતુ આજ દિવસ સુધી કઇં નિરાકરણ આવ્યું નથી. જૂની પાઇપલાઇન દૂર કરાયા બાદ નવી લાઇન હાઈવેની સાઈડ ઉપર જ નાખવી પડે તેમ છે, જો ખેડૂતોની જમીનનું સંપાદન કરી ત્યાં લાઇન નખાય તો ખૂબ મોટો ખર્ચ થાય જે મહાપાલિકાને પરવડી શકે તેમ નથી. જર્જરિત લાઈન બદલી નવી લાઈન નાખવાની યોજનાનો અંદાજે કુલ .૨૦૦ કરોડનો ખર્ચ થશે જે સરકાર આપનાર છે ત્યારે હવે દડો સરકારની કોર્ટમાં જાય તેવી શકયતા છે.
રાજકોટથી ભાદર ડેમ સુધીની પાઇપલાઇન પૈકી કેટલાક ભાગના લાઇન ૧૯૮૯ વખતના છે. જજરિત લાઈનમાં વારવાર ભગાણ પડે છે. લાઈન તૂટવાથી વિતરણ વ્યવસ્થા પર વિપરિત અસર આવે છે. તેથી ગોમટાધારથી રાજકોટ ઢેબર રોડ પપીંગ સ્ટેશન વચ્ચે રીબડા સુધીની નવી લાઇન નાખવા ૧૨૫ કરોડ પિયાના ખર્ચનો અંદાજ છે. હાઈવે ઓર્થેારીટી સાથે સંકલનમા રીને આ કાર્ય કરવાનુ થાય છે. મ્યુ. કોર્પેારેશન નવી લાઈન નાખવા માગે છે લાઈન બદલવા માટેનો ખર્ચને પહોંચી વળવા સરકાર પાસે પિયા ૧૨૫ કરોડ માગવામાં આવશે.
ઇ.સ.૧૯૫૪માં .૪૫૪.૭૫ લાખના ખર્ચથી સિંચાઇના હેતુથી બનાવેલ ભાદર ડેમ ૩૪ ફટની ઉંચાઈ અને ૨૯ દરવાજા સાથેનો સૌરાષ્ટ્ર્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે. આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા ૬૬૪૮ એમસીએફટી છે. છેલા ૬૫ વર્ષથી અડીખમ ઉભેલ આ ડેમ અત્યાર સુધીમાં બાવીસ વખત ઓવરફલો થયો છે.
આ ડેમમાંથી રાજકોટ અને જેતપુરને તેમજ શાપર વેરાવળની પાણી પુરવઠા જૂથ યોજના હેઠળના ૧૨થી વધુ ગામોના પ્રજાજનોને પીવાનુ પાણી પૂં પાડવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરના એકમાત્ર ફૂલસાઇઝ સાંધ્ય દૈનિક ‘આજકાલ’નો કોઇ વિકલ્પ નહીં
April 02, 2025 03:04 PMજામનગર રોડ પરના વિસ્તારમાં ૧૫વર્ષની સગીરાને પાડોશી ભગાડી ગયો
April 02, 2025 03:04 PMજી.એમ.સી.સ્કુલના વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં દાખવ્યું શ્રેષ્ઠ પ્રદર્શન
April 02, 2025 03:03 PMપોરબંદર મહાનગરપાલિકાની મિલકત ટ્રાન્સફર ફી રાજકોટ અમદાવાદ કરતા પણ વધારે
April 02, 2025 03:02 PMમાધવપુરના મેળાનું મુખ્યમંત્રીના હસ્તે થશે ઉદ્ઘાટન
April 02, 2025 03:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech