વોટ્સએપ યુઝ કરતી મહિલાઓ સાવધાન : તમને 'તીસરી આંખ' કરે છે ટ્રેક

  • April 15, 2021 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વોટ્સએપ ભારતમાં પ્રાઇવેટ વિવાદ બાદ ખૂબ પોપ્યુલર મેસેજિંગ એપ છે. ભારતનું સૌથી મોટું માર્કેટ છે. હેકર્સ અને સ્કેમર્સની નજર વોટ્સએપ ઉપર રહે છે. તાજેતરમાં એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સાઇબર અટેકર્સ વોટ્સએપ ઓનલાઈન સ્ટેટસ  ટ્રેકર વેબસાઈટનો  ખૂબ ઉપયોગ  કરી રહ્યા છે, તેની મદદથી કેવો વોટ્સએપ યુઝર્સની પર્સનલ ડિટેલ ની જાણકારી મેળવી શકે છે.

 

 

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રેક્ટર્સ ને એ પણ જાણવા મળે છે કે કોણ કોને શું મેસેજ કરે છે. કોઇ યૂઝર જ્યારે તેના વોટ્સએપ ઉપર ઓનલાઇન આવે તો તેનું પ્રોફાઈલ તરત દેખાઈ જાય છે, સાથે જ તેનું ઓનલાઇન સ્ટેટસ પણ જોવા મળે છે. જે કોઈપણ યુઝર જોઈ શકે છે. જો તમે કોનો નંબર સેવ ના કર્યો હોય તો પણ તમે ઓનલાઈન આવો છો કે નહીં એ જોઈ શકાય છે.

 

 

વોટ્સએપ સ્ટેટ્સ  ટ્રેકર યુઝર્સના સ્ટેટસ ને સતત ચેક કરે છે. અહેવાલમાં પ્રકાશિત થયેલ માહિતી અનુસાર નંબર નાખવાથી યુઝરના વોટ્સએપ પર વિતાવેલા સમયને પણ જાણી શકાય છે. યુઝર વોટ્સએપ પર કેટલો સમય રહે તેની માહિતી મળી શકે છે. એવી એપ અત્યારે ઉપલબ્ધ છે. જેનો ઉપયોગ પાર્ટનર અથવા બાળકો ઉપર નજર રાખવાનો દાવો કરવામાં આવે છે. આથી જાણી શકાય કે બાળકોની સાથે વાત કરી રહ્યા છે અને પાર્ટનરની વફાદારી જાણી શકાય. તેના માટે વિક્ટિમના ફોનમાં કોઇપણ એપને ઇન્સ્ટોલ કરવાની જરૂર નથી. એપ તમારા ફોનમાં ઇન્સ્ટોલ કરીને તેમાં નજર રાખવાની જરૂર હોય છે. તેમાં તમારો મોબાઈલ નંબર નાખવાનું રહે છે. એ તમને જણાવશે કે યુઝર કોની સાથે ચેટ કરે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application