યાજ્ઞિકરોડ પર બે વેપારી વચ્ચે પાકિગની જગ્યા પ્રશ્ને ડખ્ખો

  • August 12, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના યાજ્ઞિક રોડ પર રામકૃષ્ણ આશ્રમની સામે આવેલી નાઈસ એન્ડ ન્યુ નામની રેડીમેન્ટ ગાર્મેન્ટના વેપારી અને બાજુમાં આવેલી રાજમત્રં કોલ્ડિ્રંકસ નામના દુકાનદાર વચ્ચે બોલાચાલી થયા બાદ ઝગડો થતા ગાર્મેન્ટના વેપારી ઉપર ધોકા વડે હત્પમલો કરવામાં આવતા મુંઢમાર લાગ્યો હતો. ટ્રાફિકથી ધમધમતા રોડ પર ઘટના બનતા લોકોના ટોળા એકઠા થઇ ગયા અને પોલીસ દોડી આવી હતી. પ્રા વિગત મુજબ આજે સવારે યાજ્ઞિક રોડ પર નાઈસ એન્ડ ન્યુ નામની કપડાની દુકાન ધરાવતા કલ્પેશભાઈ ઉકાણી (ઉ.વ.૪૫) નામના વેપારી શો મ પાસે પાર્ક કરેલી પોતાની કાર લઇને નીકળવા જતા હતા ત્યારે બાજુમાં જ આવેલી રાજમત્રં કોલ્ડિ્રંકસ નામની દુકાન ધરાવતા ચંદુભાઈ ઠુંમર અને તેનો પુત્ર અભિષેક ઠુંમર બંને દુકાનમાં હતા ત્યારે કલ્પેશભાઈ સાથે કાર પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી અભિષેકે લાકડી વડે હત્પમલો કરતા બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી. જેમાં ચંદુભાઈને પણ લાગી જતા ઇજા થઇ હતી. મળતી માહિતી મુજબ બંને દુકાનો બાજુ બાજુમાં હોઈ કોલ્ડિ્રંકસની દુકાન ધારકને ત્યાં ગ્રાહકો માટે ખુરસીઓ પાથરવી હોઈ અને કપડાના વેપારીને કાર પાર્ક કરવી હોઈ આ બાબતે બંને વચ્ચે ઘણા સમયથી નાની મોટી રકઝક ચાલતી હતી. જયારે આજે મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જો કે બનાવમાં હજુ સુધી કોઈ પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ નથી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News