મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે રાજકોટ-બાડમેર વચ્ચે દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા પર ચલાવવામાં આવશે. બાડમેર સ્ટેશન રાજસ્થાનમાં આવેલું છે.
જે ટ્રેન નંબર 04820/ 04819 રાજકોટ- બાડમેર સ્પેશિયલ 14-14 ટ્રીપ્સ ટ્રેન નંબર 04820 રાજકોટ-બાડમેર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 04.10.2024 થી 18.11.2024 સુધી રાજકોટ થી દર શુક્રવાર અને સોમવારે 01.00 કલાકે ઉપડશે અને તે જ દિવસે 15.00 કલાકે બાડમેર પહોંચશે.
જ્યારે વળતા ટ્રેન નંબર 04819 બાડમેર- રાજકોટ દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ 03.10.2024 થી 17.11.2024 સુધી બાડમેરથી દર ગુરુવાર અને રવિવારે 09.45 કલાકે ઉપડશે અને તે જ દિવસે 22.00 કલાકે રાજકોટ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, ભીલડી, ધનેરા, રાણીવાડા, મારવાડ ભીનમાલ, મોદરણ, જાલોર, મોકલસર, સમદડી, બાલોત્રા અને બાયતુ સ્ટેશને ઉભી રહેશે.આ ટ્રેનમાં ફર્સ્ટ એસી, સેક્ધડ એસી, થર્ડ એસી, સેક્ધડ સ્લીપર અને જનરલ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 04820નું ટિકિટબુકિંગ 15 સપ્ટેમ્બર, 2024થી તમામ પીઆરએસ કાઉન્ટર અને વેબસાઇટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેન વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે દોડશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆરંભડા અને વરવાળા સીમમાં વિદેશી દારુ-બિયરના જથ્થા સાથે શખ્સો પકડાયા
June 07, 2025 12:10 PMલગ્ને લગ્ને કુવારી 47 વર્ષની દીપશિખાને પ્રેમની તલાશ
June 07, 2025 12:10 PMભાગ્યશ્રીના પતિએ લગ્નના 35 વર્ષ પછી ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું
June 07, 2025 12:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech